MamataVsCBI: SCના આદેશ પર મમતા બોલી, લોકતંત્ર સૌથી મોટો બિગબોસ છે
પોલીસ કમિશનર રાજીવ કુમારને લઈને સીબીઆઈથી ટક્કર લઈ રહેલી પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ મામલે સુપ્રિમ કોર્ટથી આવેલ નિર્ણયને મનોવૈજ્ઞાનિક જીત બતાવી છે.
Trending Photos
નવી દિલ્હી : પોલીસ કમિશનર રાજીવ કુમારને લઈને સીબીઆઈથી ટક્કર લઈ રહેલી પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ મામલે સુપ્રિમ કોર્ટથી આવેલ નિર્ણયને મનોવૈજ્ઞાનિક જીત બતાવી છે. સુપ્રિમ કોર્ટે મંગળવારે પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈની સામે શારદા સ્કેમ મામલે પૂછપરછ માટે રજૂ થવા કહ્યું છે. જોકે, કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટે રિઝલ્ટ આવ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, અમે ક્યારેય પણ રાજીવ કુમારની પૂછપરછ કરવાની ના પાડી નથી. અમને આ વાત પર વાંધો હતો કે, સીબીઆઈ રાજ્ય પ્રશાનને સૂચના આપ્યા વગર પોલીસ કમિશનરની ધરપકડ કરવા પહોંચી હતી.
મમતાએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટનો આદેશ યોગ્ય છે. આ નિર્ણયથી લોકતંત્રની જીત થઈ છે. આ જીત દેશના સુરક્ષાદળો અને સામાન્ય લોકોની જીત છે. આજે દેશના તમામ પ્રદેશોને હેરાન કરવામાં આવી રહ્યા છે. કોર્ટે તેના પર પ્રતિબંધ લગાવવાનું કામ કર્યું છે.
મમતાએ કહ્યું કે, કેન્દ્રની એજન્સીઓને વગર રાજ્ય સરકાર સાથે વાતચીત કે સૂચના આપ્યા વગર રાજ્યમાં ન આવવું જોઈએ. રાજીવ કુમારે પહેલા જ પાંચ પત્ર લખીને કહ્યું હતું કે, કોઈ મ્યુચ્યુઅલ જગ્યા પર પૂછપરછ કરો. લોકો ઉપરાંત આ દેશનો કોઈ બિગબોસ નથી. લોકતંત્ર જ સૌથી મોટો બિગબોસ છે.
સુપ્રિમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈ પશ્ચિમ બંગાળના પોલીસ કમિશનર રાજીવ કુમારની શિલોંગમાં પૂછપરછ કરશે. સીબીઆઈ કમિશનર રાજીવ કુમારના ઘરની કોઈ તપાસી નહિ લઈ શકે. સાથે જ તેમની ધરપકડ પણ નહિ કરે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેને પોતાની મનોવૈજ્ઞાનિક જીત બતાવી છે. મમતાએ ધરણા પૂરા કરવાના સવાલ પર કહ્યું કે, આંધ્રપ્રદેશાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સહિત અન્ય વિપક્ષી દળોના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ આ મુદ્દે નિર્ણય લઈશ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે