ઉજ્જૈનમાં હાર્દિક પટેલ પર ફેંકવામાં આવી શાહી!
ગુજરાતમાં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ હાલમાં મધ્યપ્રદેશની યાત્રા પર છે
Trending Photos
ભોપાલ : પાટીદાર નેતા હાર્દિક પટેલને તેના એક કાર્યક્રમમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ઉજ્જૈનમાં એક કાર્યક્રમ દરમિયાન કેટલાક યુવકોએ હાર્દિક પટેલ પર શાહી ફેંકી અને તેની વિરૂદ્ધ નારા લગાવ્યા. શાહી ફેંકનાર યુવકોને પકડીને પોલીસના હવાલે કરી દેવામાં આ્વ્યા છે. આરોપી યુવક પોતાની જાતને પાટીદાર ગણાવે છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરુ કરી દીધી છે. આરોપીઓનું કહેવું હતું કે હાર્દિકે પાટીદાર અનામતના નામે માત્ર રાજનીતિ કરી છે.
હાર્દિક પટેલ હાલમાં મધ્યપ્રદેશની યાત્ર પર છે. ઉજ્જૈની એક હોટેલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેણે હાજરી આપી હતી. આ સમયે કેટલાક યુવકોએ તેના પર શાહી ફેંકી હતી જે તેના કપડાં અને ચહેરા પર લાગી હતી. ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ તરત યુવાનોને પકડી લીધા હતા અને પોલીસને સોંપી દીધા હતા.
#MadhyaPradesh: Man threw ink on Hardik Patel during an event in Ujjain, later apprehended by police. pic.twitter.com/TZfeTJvucX
— ANI (@ANI) April 7, 2018
હાલમાં મંદસૌરમાં એક કાર્યક્રમમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે જ્યોતિરાદિત્ય સિંધીયાને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવા જોઈએ. હાર્દિકે કહ્યું હતું કે જો કોંગ્રેસ જ્યોતિરાદિત્યને મુખ્યમંત્રી પદનો દાવેદાર બનાવશે તો તે કોંગ્રેસને સમર્થન આપશે. હાર્દિકે પોતાની આ યાત્રા દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર પર હુમલાઓ કર્યા હતા. તેણે કહ્યું હતું કે બીજેપી રાજમાં દબાયેલા લોકોને વધારે દબાવવામાં આવી રહ્યા છે. હાર્દિકે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં છેલ્લા 15 વર્ષથી બીજેપીનું શાસન હતું અને હવે શાસનમાં પરિવર્તન કરવાનો સમય છે કારણ કે વિકાસ માટે સત્તા પરિવર્તન બહુ જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે