IPL 2018 : ચેન્નાઇ સુપર કિંગ્સનો વિજયી પ્રારંભ, બ્રાવોએ જીતની બાજી પલટતાં મુંબઇ હાર્યું
ચેન્નાઇની જીતનો હીરો બ્રેવોએ 30 બોલમાં ત્રણ ચોગ્ગા અને સાત છક્કા સાથે ભારે ફટકાબાજી કરી, છેલ્લે કેદાર જાધવે વિનિંગ સ્ટ્રોક માર્યો
- આઇપીએલ 2018નો રંગેચંગે પ્રારંભ થયો
- પ્રથમ મેચમાં ભારે રોમાંચક સર્જાયો
- ચેન્નાઇ સુપર કિંગ્સનો ધમાકેદાર વિજય
Trending Photos
મુંબઇ : ડ્વેન બ્રાવોના 30 બોલમાં 68 રનની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે આઇપીએલ 2018ની પ્રારંભની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો. પ્રથમ દાવ લેતાં મુંબઇ ઇન્ડિયન્સે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઇને જીત માટે 166 કરવાના હતા. જોકે મુંબઇ ઇન્ડિયન્સની ધારદાર બોલિંગ સામે ચેન્નાઇના બેટ્સમેનો ચિત્ત થઇ ગયા હતા. જોકે બ્રાવોએ બાજી સંભાળી લેતાં છેલ્લે બાજી પલટાઇ હતી અને જીતની ખુશી મુંબઇને બદલે ચેન્નાઇની છાવણીમાં આવી હતી.
મુંબઇ તરફથી રમતાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાના 22 બોલમાં 41 રનની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે ચાર વિકેટ પર 165 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઇએ 15મી ઓવરમાં સાત વિકેટે 105 રન બનાવ્યા હતા. એ સમયે મેચ મુંબઇ તરફી બની હતી. જોકે બાદમાં બ્રાવો મેદાનમાં આવતાં જ જાણે બાજી બદલાઇ ગઇ હતી.
બ્રાવોએ માત્ર 30 બોલમાં ત્રણ ચોગ્ગા અને સાત સિક્સની મદદથી 68 રન બનાવ્યા હતા. છેલ્લે સાત રન જીત માટે બાકી હતા ને બ્રાવો આઉટ થયો હતો. જોકે ઇજાગ્રસ્ત થયેલા કેદાર જાધવે પોતાનું કૌવત બતાવતાં છેલ્લી ઓવરમાં એક સિક્સ અને બાઉન્ડ્રી ફટકારી ચેન્નાઇને જીત અપાવી હતી.
હાથમાંથી સરકી રહેલી મેચ જીતવા માટે ચેન્નઇ સુપર કિંગને છેલ્લી ત્રણ ઓવરમાં 47 રનની જરૂર હતી. બ્રાવોએ 18મી ઓવરમાં મેચની જાણે તસ્વીર બદલી નાંખી. નાથન મેક્લીનાગનની ઓવરમાં બે છગ્ગા, એક ચોગ્ગા ફટકાર્યા, એ પછીની બમરાહની ઓવરમાં ત્રણ છગ્ગા ફટકાર્યા પરંતુ છેલ્લા બોલમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો. જોકે ત્યાર બાદ મેદાનમાં આવેલા કેદાર જાધવે પણ પ્રથમ ત્રણ બોલ ડોટ કર્યા બાદ એક છગ્ગો અને ચોગ્ગો ફટકારી જીત અપાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે