'નીચ' રાજકારણ : મણિશંકરે કહ્યું હું વાજપેયીને પણ નાલાયક કહી ચુક્યો છું
મારા નિવેદનનો ખોટો અર્થ કાઢીને વિવાદ પેદા કરાયો મારૂ અંગ્રેજી કાચુ હોવાથી હું હિન્દીમાં અગાઉ પણ ભુલો કરી ચુક્યો છું : રાહુલે માફી માંગવા જણાવ્યું
- અટલ બિહારી વાજપેયી માટે પણ વિવાદાસ્પદ ટીપ્પણી
- ભાજપે આને કોંગ્રેસ દ્વારા રમાયેલી મેલી રમતણ ગણાવી
- વડાપ્રધાન માટે આવી ભાષા સહ્ય નહી રાહુલની સ્પષ્ટતા
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન મોદી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા મણિશંકર અય્યર ચારેબાજુથી ઘેરાઇ ગયા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને માફી માંગવા માટે કહ્યું છે. રાહુલે સ્પષ્ટ કહ્યું કે, તેઓ આ પ્રકારની ભાષાનો ક્યારે પણ સ્વીકાર નહી કરે. બીજી તરફ મણિશંકર અય્યરે સશત્ર માફી માંગી લીધી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને તેમનાં શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો. આ સાથે જ અય્યરે આ સમગ્ર વિવાદ માટે પોતાનાં નબળા હિંદીનાં જ્ઞાનને કારણભુત ઠેરવ્યું હતું.
રાહુલે ટ્વિટ કરતા કહ્યુ કે, ભાજપ અને વડાપ્રધાન ધણીવાર કોંગ્રેસ પાર્ટી પર હૂમલા માટે ખરાબ ભાષાનો ઉપયોગ કરે છે. કોંગ્રેસની સંસ્કૃતી અને વારસો અલગ છે. મણિશંકર અય્યરે વડાપ્રધાન માટે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે હું તેનું સમર્થન નથી કરતો. કોંગ્રેસ પાર્ટી અને હું આશા રાખુ છું કે તેઓ માફી માંગશે. જો કે રાહુલ ગાંધીએ આ સ્ટેટથી ભાજપ સંતુષ્ટ નથી. નાણામંત્રી અરૂણ જેટલીએ તેને કોંગ્રેસ પાર્ટીની રણનીતિ જણાવતા કહ્યું કે, પહેલા વડાપ્રધાનની વિરુદ્ધ અસભ્ય ભાષાનો ઉપયોગ કરે છે અને જ્યારે લોકોનો ગુસ્સો આ મુદ્દે ભડકે છે ત્યારે તે લોકો માફી માંગી લેતા હોય છે.
બીજી તરફ મણિશંકર અય્યરે કહ્યું કે, તેમનાં કહેવાનો અર્થ એવો નથી જે વડાપ્રધાન મોદી કહી રહ્યા છે. મણીશંકરે કહ્યું કે, હું હિંદી ભાષી નથી મે અંગ્રેજી શબ્દ LOWનો અર્થ કર્યો નીચ. મારા કહેવાનો અર્થ નીચી જાતીમાં પેદા થનાર (low born) સાથે નહોતો. જો નીચ શબ્દનો તેવો અર્થ પણ થઇ શકતો હોય તો હુ તે માટે માફી માંગુ છું. જો કોંગ્રેસને ગુજરાતમાં તેનાં કારણે નુકસાન થાય તો મને તેનો અફસોસ થશે. મણિશંકરે તેમ પણ જણાવ્યું કે તેઓ હિન્દી ઘણુ ઓછુ જાણે છે જેનાં કારણે તેઓએ અગાઉ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી માટે પણ નાલાયક શબ્દનો ઉપયોગ થઇ ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે