MCD Results 2022: દિલ્હી એમસીડીમાં હારીને પણ પોતાના મેયર બનાવશે ભાજપ? અમિત માલવીયના ટ્વીટથી હલચલ

MCD Election Results 2022: દિલ્હી મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. અહીં આમ આદમી પાર્ટીએ 134 સીટો જીતીને સત્તા મેળવી લીધી છે. પરંતુ ભાજપના એક નેતાના ટ્વીટે ખળભળાટ મચાવી દીધો છે. 
 

MCD Results 2022: દિલ્હી એમસીડીમાં હારીને પણ પોતાના મેયર બનાવશે ભાજપ? અમિત માલવીયના ટ્વીટથી હલચલ

નવી દિલ્હીઃ Delhi MCD Mayor News: દિલ્હી મહાનગર પાલિકા (એમસીડી) ચૂંટણીના પરિણામ બુધવાર (7 ડિસેમ્બર) એ જાહેર કરવામાં આવ્યા છે. એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરતા 134 સીટો હાસિલ કરી છે. ભાજપના ખાતામાં 104 બેઠકો આવી છે, જ્યારે કોંગ્રેસને 9 સીટો જીતવામાં સફળતા મળી છે. 3 સીટો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. એમસીડીમાં છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ હતું, જેનો આમ આદમી પાર્ટીએ અંત કરી દીધો છે. 

પરંતુ આ વચ્ચે ભાજપના નેતાઓ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે ભલે સૌથી વધુ સીટો આમ આદમી પાર્ટીએ જીતી છે, પરંતુ એમસીડીમાં મેયર ભાજપના હશે. ભાજપે આજે સાંદે 5.30 કલાકે દિલ્હી ભાજપ એકમના પદાધિકારીઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચૂંટણીના પરિણામ પર ચર્ચા થશે. તો સાંજે 7.30 કલાકે ભાજપના જીતેલા કોર્પોરેટરોને બેઠક માટે બોલાવવામાં આવ્યા છે.

કોર્પોરેટરો કરે છે મેયરની ચૂંટણી
એમસીડીમાં બહુમત માટે કોઈ પાર્ટીએ 250 વોર્ડમાંથી 126 સીટો જીતવી જરૂરી છે. આમ આદમી પાર્ટીએ 134 સીટો પર જીત મેળવી છે, જે બહુમતના આંકડા કરતા આઠ વધુ છે. દિલ્હી કોર્પોરેશનમાં મેયરની ચૂંટણી કોર્પોરેટરો તરફથી થાય છે. ખાસ વાત છે કે શહેરી સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ-પલટા વિરોધી કાયદો લાગૂ થતો નથી. 

ભાજપના નેતાએ કર્યુ ટ્વીટ
ભાજપના આઈટી સેલ પ્રમુખ અમિત માલવીયે પરિણામ બાદ મોટો દાવો કરતા કહ્યું કે હવે દિલ્હીના મેયર ચૂંટવાનો વારો છે. આ તે વાત પર નિર્ભર રહેશે કે કોઈ રોમાંચક મુકાબલામાં નંબર પર પકડ બનાવી રાખે છે, કોર્પોરેટરો ક્યા પ્રકારે મતદાન કરે છે. ઉદાહરણ માટે જણાવી દઉં કે ચંદીગઢમાં ભાજપના મેયર છે. તો આ પહેલા દિવસમાં જ્યારે ટ્રેન્ડ આવી રહ્યાં હતા ત્યારે ભાજપ નેતા તેજિંદર પાલ બગ્ગાએ ટ્વીટ કરીને કહ્યુ હતું કે દિલ્હીમાં એકવાર ફરી ભાજપના મેયર બનશે. 

'મેયર અમારા હશે'
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા આરપી સિંહે પણ એમસીડીમાં ભાજપના મેયર બનવાનો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે, 'મેયર અમારા. 15 વર્ષની સતા છત્તાં ભાજપનો વોટ શેરમાં 1 ટકાનો વધારો અને દિલ્હીમાં પાછલી વિધાનસભા ચૂંટણીમાં આપના વોટ શેરમાં લગભગ 12 ટકાનો ઘટાડો થયો છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news