PM મોદી અને આંબેડકર બ્રાહ્મણ, જ્ઞાની હોય તે દરેક બ્રાહ્મણ: રાજેન્દ્ર ત્રિવેદી

આંબેડકર પણ બ્રાહ્મણ હતા, તેમને આંબેડકર અટક પણ એક બ્રાહ્મણ શિક્ષકે આપી હતી : ત્રિવેદી

PM મોદી અને આંબેડકર બ્રાહ્મણ, જ્ઞાની હોય તે દરેક બ્રાહ્મણ: રાજેન્દ્ર ત્રિવેદી

અમદાવાદ : આજે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત સમાજનાં આગેવાનો અને સંતો મહંતોની હાજરીમાં થયું હતું. આ સમિટનું સંબોધન કરતા રાજેન્દ્ર ત્રિવેદીએ ડો.બાબા સાહેબ આંબેડકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાહ્મણ ગણાવ્યા હતા. 

સંબોધન કરતા રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, જે વ્યક્તિ જ્ઞાની છે તે બ્રાહ્મણ છે અને જે શક્તિશાળી છે તે ક્ષત્રિય છે. આ નિવેદનનાં પગલે બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું ક, હું બ્રાહ્મણ છું અને મને તેનો ગર્વ છે. ક્ષત્રિય એટલે કોઇ જ્ઞાતી નહી પરંતુ શક્તિશાળી વ્યક્તિ તે જ ક્ષત્રિય, અત્યાચારથી બચવા તેઓએ શાસ્ત્ર અને શસ્ત્ર સાથે રાખ્યા હતા. બ્રાહ્મણ સત્તા માટે ક્યારે આગળ વધ્યો નથી. 

બ્રાહ્મણ એટલે જ્ઞાન અને ચિંતન, બાબા સાહેબ આંબેડકર પણ બ્રાહ્મણ હતા. તેમને આંબેડકર અટક પણ એક બ્રાહ્મણ શિક્ષકે જ આપી હતી. જે જ્ઞાની છે તે બધા બ્રહ્મણ છે. વડાપ્રધાન મોદી પણ બ્રાહ્મણ છે. આ સાથે જ બ્રાહ્મણ મેગા બિઝનેસ સમિટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news