એમ્સમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ પાછી ખેંચાઇ, અતુલ કુમારને હટાવાયા
સીનિયર્સ દ્વારા ડોક્ટર સાથે ગેરવર્તણુંક કરવાનાં મુદ્દે રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા હડતાળ પાડી દેવામાં આવી હતી
Trending Photos
નવી દિલ્હી : દિલ્હી ખાતે એમ્સનાં રેસિડેન્ટ ડોક્ટરોને ત્રીજા દિવસે સાંજે હડતાળ પાછી ખેંચી લીધી હતી. રેસિડેન્ટ ડોક્ટર્સ હવે પોતાનાં કામ પર પરત ફરી ગયા છે. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટર (RPC)નાં ચીફ ડોક્ટર અતુલ કુમારને હટાવાયા બાદ રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા આ હડતાળ પાછી ખેંચી લેવાઇ છે. આ રેસિડેન્ટ ડોક્ટર્સનો આરોપ છે કે RPC ચીફ અતુલ કુમારે એક સાથી ડોક્ટરને દર્દીઓ અને બીજા સ્ટાફની સામે લાફો માર્યો હતો, જો કે તેનાં પર કોઇ જ કાર્યવાહી નથી કરવામાં આવી.
આ મુદ્દે રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા ગુરૂવારે હડતાળ કરી રહ્યા હતા અને અતુલ કુમારનાં રાજીનામાની માંગ કરી રહ્યા હતા. હાલ આ મુદ્દે તપાસ પુરી થતા સુધીમાં અતુલ કુમારનાં બદલે ડોક્ટર પ્રદીપ શર્માને RPCના ચીફ બનાવવામાં આવ્યા છે. બીજી તરફ રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળનાં કારણે ઇમરજન્સી અને આઇસીયુ સિવાયની તમામ સેવાઓ પર ખરાબ અસર પડી હતી. આ હડતાળમાં 1800 જેટલા રેસિડેન્ટ ડોક્ટર્સ જોડાયા હતા. જેનાં કારણે સૌથી વધારે ઓપીડી પર અસર પડી હતી.
દર્દીઓ ભારે પરેશાનીઓ થઇ રહી હતી. ગુરૂવારે જ્યારે લોકો સારવાર માટે એમ્સ પહોંચ્યા તો તેમને નિરાશા સાંપડી હતી. આ લોકોનું કહેવું હતું કે, હોસ્પિટલમાં પરિસ્થિતી ખુબ જ વિપરિત હતી. એમ્સ તંત્ર દ્વારા આ મુદ્દે તપાસ માટે એક સમિતીની રચના કરવામાં આવી છે. જો કે રેસિડેન્ટ ડોક્ટર નહી માનતા આખરે અતુલ કુમારને તેનાં પદ પરથી હટાવવામાં આવ્યા ત્યારે જ ડોક્ટર્સની હડતાળ પુરી થઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે