લાલકિલ્લાને ખાનગી હાથમાં સોંપવા મુદ્દે વિપક્ષનો હૂમલો: ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો
લાલકિલ્લાની સારસંભાળની જવાબદારી ખાનગી કંપનીને સોંપવાનાં મુદ્દે વિપક્ષી દળોએ તીખી પ્રતિક્રિયા આપી છે
- સ્વતંત્રતાનાં પ્રતિક સ્વરૂપ ધરોહર ખાનગી કંપનીને સોંપી શકાય
- સમજુતી હેઠળ દાલમિયા ગ્રુપ કિલ્લાની સારસંભાળ કરશે
- દેશનાં ઇતિહાસનો આ કાળો દિવસ છે: મમતા બેનર્જી
Trending Photos
નવી દિલ્હી : વિપક્ષી દળોએ ઐતિહાસિક લાલ કિલ્લાની સારસંભાળની જવાબદારી એક ખાનગી જુથને આપવા અંગે શનિવારે સવાલ ઉઠાવ્યા હતા. કેટલાક દિવસો પહેલા જ એક ઉદ્યોગપતિ પરિવારે પર્યટન મંત્રાલય સાથે ધરોહરને ગોદ લેવા માટે તેની યોજના હેઠળ એખ સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા. કોગ્રેસે જ્યારે સીધઆ વડાપ્રધાન પર હૂમલો કરતા પુછ્યું કે, શું તેઓ સ્વતંત્રતા આંદોલનનાં પ્રતીકને પોતાનાં કોર્પોરેટ મિત્રોને આપી શકે છે તો બીજી તરફ મમતા બેનર્જીએ તેને ભારતીય ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો હતો.
સરકાર સાથે થયેલી સમજુતી હેઠળ ધ ડાલમિયા ભારત ગ્રુપ ધરોહરની સારસંભાળ કરીને તેની ચારે તરફ આધારભૂત ઢાંચાનું નિર્માણ કરશે. તેનાં માટે 5 વર્ષમાં 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો કરાર કર્યો છે. આ નિર્ણયને કોંગ્રેસ, સીપીએમ અને તૃણમુલ કોંગ્રેસ જેવા વિપક્ષી દળોએ વિરોધ કર્યો છે અને તેમણે ભારતની આઝાદીનાં પ્રતીકને એક તરફથી કોર્પોરેટનાં હાથમાં સોંપવા મુદ્દે સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે, વડાપ્રધાન મોદી ભારતની આઝાદીનું પ્રતિક લાલ કિલ્લાને કોર્પોરેટનાં હાથે બંધક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. શું મોદી કે ભાજપ લાલકિલ્લાનું મહત્વ સમજે છે. શું તે સત્ય નથી કે તે ખાનગી કંપની લાલ કિલ્લો જોવા માટે ટીકિટ બહાર પાડશે. શું તે સત્ય નથી કે જો કોઇ ત્યાં વાણીજ્યીક ગતિવિધિ અથવા કોઇ કાર્યક્રમ કરવા માંગે છે તો ખાનગી પાર્ટીને ચુકવણી કરવી પડશે. શું તમે લાલ કિલ્લા જેવા સ્વતંત્રતા આંદોલનનાં પ્રતીકની સારસંભાળનાં માટે પોતાનાં કોર્પોરેટ મિત્રોને આપી શકે છે ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે