પીએનબી કૌભાંડ

ભાગેડૂ હીરાના વેપારી નીરવ મોદી પર ઇડીનો શિકંજો, 329 કરોડની સંપત્તિ જપ્ત

આ સંપત્તિઓમાં વર્લી મુંબઇની આઇકોનિક બિલ્ડિંગ સમુદ્ર મહેલના ચાર ફ્લેટ, એક સી-સાઇડ ફોર્મ હાઉસ, અલીબાગમાં જમીન, જેસલમેરમાં પવનચક્કી, લંડનમાં ફ્લેટ, યૂએઇમાં રેસિડેંશિયલ ફ્લેટ, શેર અને બેંકમાં જમા ધનરાશિ પણ સામેલ છે.

Jul 8, 2020, 07:57 PM IST

PNB કૌભાંડ: નીરવ મોદીને મોટો ઝટકો, ભાગેડૂ આર્થિક અપરાધી જાહેર, સંપત્તિ જપ્ત થશે

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ (PNB Scam) કેસમાં નીરવ મોદી (Nirav Modi) ને મોટો આંચકો લાગ્યો છે. પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ કેસમાં દેશ છોડીને ભાગેલા હીરાના વેપારી નીરવ મોદીને ભાગેડૂ આર્થિક અપરધી જાહેર કરી દેવામાં આવ્યો છે. વિશેષ કોર્ટ (ED)એ નીરવ મોદીને આર્થિક ભાગેડૂ અપરાધી જાહેર કર્યો છે.

Dec 5, 2019, 03:10 PM IST

PNB કૌભાંડ: નીરવ મોદી કોર્ટમાં અકળાયો, કહ્યું- જો મને ભારત સોંપવામાં આવશે તો આત્મહત્યા કરી લઇશ

પંજાબ નેશનલ બેંક (PNB) સાથે જોડાયેલા 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ભારતમાં ભાગેડૂ જાહેર કરવામાં આવેલા હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી પર ફરી એકવાર યૂકે (યૂનાઇટેડ કિંગડમ)ની કોર્ટે નકારી કાઢી છે. જામીન ન મળતાં નીરવ મોદીએ કોર્ટમાં પીત્તો ગુમાવ્યો હતો. 

Nov 7, 2019, 01:00 PM IST

13500 કરોડ ચાંઉ કરનાર નીરવ મોદીએ લંડન કોર્ટમાંથી જામીન માંગ્યા, કહ્યું-‘હું ડિપ્રેશનનો શિકાર છું...’

પીએનબી કૌભાંડ (PNB Scam) ના આરોપી નીરવ મોદી (Nirav Modi) એ લંડનની કોર્ટ (London Court) માં જામીન માટે અરજી દાખલ કરી છે. નીરવ મોદીએ આ વખતે હેલ્થ ગ્રાઉન્ડ પર જામીન આપવાની અરજી દાખલ કરી છે. સૂત્રોનું કહેવુ છે કે, તેણે પોતાના વકીલના માધ્યમથી આપવામાં આવેલી અરજીમાં નીરવ મોદીએ ખુદને એન્ક્ઝાઈટી અને ડિપ્રેશન (Depression) નો શિકાર બતાવ્યા છે. સાથે જ તેણે અરજીમાં કોર્ટને એમ પણ કહ્યું છે કે, જો તમે ઈચ્છો તો તેને હાઉસ એરેન્ટ કરીને રાખી શકો છો. 

Oct 30, 2019, 03:15 PM IST

અભ્યાસ છોડીને હીરાના બિઝનેસમાં જોડાયો હતો મેહુલ ચોક્સી, આજે તપાસ એજન્સીઓની રડાર પર

તમને જણાવી દઇએ કે હીરાના વેપારી મેહુલ ચોક્સી ગત વર્ષથી એંટીગુઆમાં છે. થોડા દિવસો પહેલાં તેણે એક સ્થાનિક ટીવી ચેનલને કહ્યું હતું કે તેના ડોક્ટર્સને તેને યાત્રા ન કરવાની સલાહ આપી છે. તેણે દાવો કર્યો હતો કે તે ભારતથી ભાગ્યો નથી પરંતુ હોટ સર્જરી માટે દેશ છોડ્યો હતો.

Sep 26, 2019, 02:46 PM IST

13,500 કરોડના કૌભાંડી મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણનો રસ્તો સાફ, જાણો કેવી રીતે

એન્ટિગુઓ અને બારબૂડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને કહ્યું કે પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને ભારત ત્યારે પ્રત્યર્પિત કરવામાં આવશે, જ્યારે તેની અરજીઓનો નિકાલ થઇ જશે

Sep 26, 2019, 08:56 AM IST

PNB કૌભાંડ કેસ: મેહુલ ચોક્સીની 24.77 કરોડની સંપત્તિ જપ્ત

પંજાબ નેશનલ બેંકમાં 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલે ઇડીએ ગુરૂવારે ભાગેડૂ હીરાના વેપારી મેહુલ ચોક્સીની કુલ 24.77 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત જપ્ત કરી છે જેમાં કિંમતી વસ્તુઓ, વાહન અને બેંક એકાઉન્ટ સામેલ છે.

Jul 12, 2019, 09:12 AM IST

મેહુલ ચોક્સીની એંટીગાની નાગરિકતા રદ થશે, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે

ભાગેડૂ હીરાના બિઝનેસમેન મેહુલ ચોક્સીને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર એંટીગા મેહુલ ચોક્સીની નાગરિકતાને રદ કરીને તેને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. આ નિવેદન એંટીગાના વડાપ્રધાન દ્વારા આપવામાં આવ્યું છે. આ દાવો અહીંના એક સ્થાનિક ન્યૂઝ પેપરે કર્યો છે. તમને જણાવી દઇએ કે ભારતમાંથી ફરાર થયા બાદ મેહુલ ચોક્સી એંટીગાનો રહે છે. 

Jun 25, 2019, 01:12 PM IST

નીરવ મોદીની જામીન અરજી ચોથીવાર રદ્દ, હજુ રહેશે જેલમાં

નીરવની 13 માર્ચે 13 હજાર રૂપિયાના કૌભાંડના આરોપમાં સ્કોટલેન્ડ યાર્ડમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પ્રત્યાર્પણ માટે ભારતીય એજન્સીઓ સતત પ્રયત્ન કરી રહી છે. 

Jun 12, 2019, 05:24 PM IST

જેલમાં જ રહેશે કૌભાંડી નીરવ મોદી બ્રિટનની કોર્ટે ફરી જામીન અરજી ફગાવી

નીરવ મોદીને ગત્ત મહીને 29 માર્ચે વેસ્ટમિંસ્ટર કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો, ત્યારે પણ તેની જામીન અરજી ફગાવી દેવાઇ હતી

Apr 26, 2019, 03:40 PM IST
ED Officers Will Go To London To Get Nirav Modi Back To India PT42S

નીરવ મોદીને ભારત લાવવાના પ્રયત્નો તેજ

PNB કૌભાંડના ભાગેડુ આરોપી નીરવ મોદીને ભારત લાવવાના પ્રયત્નો વધારી દેવામાં આવ્યા છે. 29 માર્ચે નીરવ મોદી મામલે સુનાવણી કરવામાં આવશે. જેને લઇ ઇડીના અધિકારીઓ લંડન જવાના છે. તો આ અગાઉ ભાગેડુ હીરાનો વેપારી નીરવ મોદીના વકીલ તેની મુક્તી માટે શુક્રવારે બીજીવાર આદેવન આપશે. આ મામલે તે દિવસે લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે. મોદી 2 અરબ ડોલરની છેતરપીંડી તથા મની લોન્ડ્રીંગ મામલે ભારતમાં વોન્ટેડ છે.

Mar 27, 2019, 12:30 PM IST

ભાણીયા બાદ હવે મામાનો વારો, બહુ જલદી આવશે પકડમાં, ભારતે એન્ટીગુઆને આપ્યાં દસ્તાવેજ

ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી વિરુદ્ધ એન્ટીગુઆમાં પ્રત્યાર્પણની પ્રકિયા ચાલુ છે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ(ઈડી) અને સીબીઆઈ જેવી ભારતીય તપાસ એજન્સીઓએ એન્ટીગુઆના અધિકારીઓને દસ્તાવેજો મોકલ્યા છે જેથી કરીને તેઓ તેના પર વિચાર કરે અને ચોક્સીને ભારત પાછા મોકલે.

Mar 21, 2019, 07:44 AM IST

બ્રિટનની અદાલતે નીરવ મોદીને જામીન આપવાનો કર્યો ઈનકાર, 29 સુધી કસ્ટડીમાં મોકલ્યો

ભારતના હીરા વ્યવસાયી અને પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ નિરવ મોદીની મંગળવારે લંડનમાં ધરપકડ કરાઈ હતી અને તેને વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં રજૂ કરાયો હતો 

Mar 20, 2019, 07:23 PM IST
Nirav Modi Arrested In London Connection With Rs 13 Thousand Crore PNB Scam PT9M48S

PNB કૌભાંડી નીરવ મોદીની લંડનમાંથી ધરપકડ

પીએનબી બેંક કૌભાંડમાં ફરાર આરોપી નીરવ મોદીને લંડનમાં ધરપકડ કરી લીધી છે. આ પહેલાં ગત સોમવારે જ લંડનની કોર્ટે બે અરબ ડોલરના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. મની લોન્ડરિંગના એક કેસમાં નીરવ મોદીને લાવવા માટે ઇડીના અનુરોધના જવાબમાં તેના વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું.

Mar 20, 2019, 03:45 PM IST

BIG NEWS: 13,000 કરોડના કૌભાંડી નીરવ મોદીની લંડનમાં ધરપકડ

પીએનબી બેંક કૌભાંડમાં ફરાર આરોપી નીરવ મોદીને લંડનમાં ધરપકડ કરી લીધી છે. આ પહેલાં ગત સોમવારે જ લંડનની કોર્ટે બે અરબ ડોલરના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. 

Mar 20, 2019, 03:17 PM IST

25 માર્ચ સુધીમાં નીરવ મોદીની થઇ શકે છે ધરપકડ, ઝડપી ચાલશે પ્રર્ત્યપણ કેસ

પંજાબ નેશનલ બેંક કૌભાંડના સૂત્રધાર ભાગેડુ હીરા વ્યાપારી નીરવ મોદીની ધરપકડ 25 માર્ચ સુધીમાં કોઇપણ સમયે થઇ શકે છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે નીરવ મોદીના કેસ મામલે થોડી ઝડપી કાર્યવાહી થઇ શકે છે.

Mar 20, 2019, 08:04 AM IST

PNB કૌભાંડના માસ્ટરમાઈન્ડ નીરવ મોદી સામે એરેસ્ટ વોરન્ટ, ભારત લાવવાની દિશામાં સફળતા

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો માસ્ટરમાઈન્ડ નીરવ મોદી અત્યારે લંડનમાં છે અને તેનીસામે વેસ્ટ મિન્સ્ટર કોર્ટ દ્વારા વોરન્ટ બહાર પાડવામાં આવ્યું છે 

Mar 18, 2019, 09:30 PM IST

હાં...અમને ખબર છે નીરવ મોદી લંડનમાં છે: વિદેશ મંત્રાલય

પીએનબી કૌભાંડ મામલે આરોપી ભાગેડૂ હીરાના બિઝનેસમેન નીરવ મોદીને લંડનમાં જોવા મળ્યા છે. મીડિયા અહેવાલ બાદ ભારતના વિદેશ મંત્રલાયે પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે. શનિવારે (3 માર્ચ)ના રોજ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે અમને ખબર છે નીરવ મોદી લંડનમાં છે, એટલા માટે અમે બ્રિટન પાસે નીરવ મોદીના પ્રર્ત્યપણની માંગી કરી છે. તેમણે કહ્યું કે ભારતને હજુ સુધી પ્રર્ત્યપણને લઇને કોઇ જવાબ મળ્યો નથી.

Mar 9, 2019, 02:09 PM IST

સુરત: નીરવ મોદીની 147.72 કરોડની સંપત્તિ ઇડીએ લીધી ટાંચમાં

પીએનબી કૌભાંડ મામલે નીરવ મોદીની 147.72 કરોડ રૂપિયાની સંપતિ ઈડીએ ટાંચમાં લીધી છે. મુંબઈ તથા સુરતમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. બંને શહેરોમાંથી કુલ મળીને  જે પ્રોપર્ટી એટેચ કરવામાં આવી છે, તેમાં 8 કાર, એક પ્લાન્ટ, મશીનરી, જવેલરી, પેટિંગ અને અચલ સંપતિનો સમાવેશ થાય છે. 

Feb 26, 2019, 06:46 PM IST

PNB ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકતા છોડી, એટીગુઆમાં પાસપોર્ટ સરેન્ડર

પીએનબી કૌભાડના મુખ્ય આરોપીઓ પૈકીનો એક મેહુલ ચોક્સી ભારતીય નાગરિકતા છોડી દીધી અને પોતે એન્ટીગુઆનો નાગરિક હોવાની જાહેરાત કરી હતી

Jan 21, 2019, 10:01 AM IST