Ration Card: ફ્રી રાશન લેનારાઓને ભારે પડશે આ એક ભૂલ, 1 તારીખથી ઘઉં-ચોખા મળવાના થઈ જશે બંધ!

Ration Card Aadhaar Card Linking: જો તમારી પાસે પણ રાશન કાર્ડ હોય અને તમે સરકારની મફત રાશનકાર્ડ યોજનાનો ફાયદો લઈ રહ્યા છો તો આ ખબર  તમારા કામની છે. કેન્દ્ર સરકાર તરફથી સતત આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે જોડવા માટે કહેવાય છે.

Ration Card: ફ્રી રાશન લેનારાઓને ભારે પડશે આ એક ભૂલ, 1 તારીખથી ઘઉં-ચોખા મળવાના થઈ જશે બંધ!

Ration Card Aadhaar Card Linking: જો તમારી પાસે પણ રાશન કાર્ડ હોય અને તમે સરકારની મફત રાશનકાર્ડ યોજનાનો ફાયદો લઈ રહ્યા છો તો આ ખબર  તમારા કામની છે. કેન્દ્ર સરકાર તરફથી સતત આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે જોડવા માટે કહેવાય છે. પરંતુ હજુ સુધી કરોડો રાશન કાર્ડને આધાર સાથે લિંક કરાયું નથી. જો તમારું રાશનકાર્ડ પણ આધારકાર્ડ સાથે લિંક થયું નહી ંહોય તો સરકાર તરફથી રાશન કાર્ડને રદ કરી નાખવામાં આવશે. પહેલા તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. જેને હવે વધારીને 30 જૂન 2023 કરાયેલી છે. 

આપોઆપ રદ થઈ જશે રાશન કાર્ડ
જો 30 જૂન 2023 સુધીમાં રાશનકાર્ડ અને આધાર કાર્ડ લિંક ન થયા તો તમારું રાશનકાર્ડ આપોઆપ રદ થઈ જશે અને તમને 1 જુલાઈથી રાશનમાં મળતા ઘઉ અને ચોખા મળશે નહીં. રાશનકાર્ડના રદ થવાથી તમારે વધુ પરેશાનીઓનો સામનો પણ કરવો ડી શકે છે. હકીકતમાં પાસપોર્ટ અને પાન કાર્ડ ઉપરાંત રાશન કાર્ડને ઓળખ અને એડ્રસ પ્રુફ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. 

30 જૂન 2023 પહેલા પૂરો કરો આ કામ
આધારને રાશનકાર્ડથી લિંક કરીને સરકાર એક વ્યક્તિને એકથી વધુ રાશનકાર્ડ પ્રાપ્ત કરવાથી રોકી શકશે. તેનાથી એવા લોકોની ઓળખ થઈ શકશે જે આવક મર્યાદા વધુ હોવાના કારણે રાશન મેળવવા માટે યોગ્યતા ધરાવતા નથી. તેનાથી એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે પાત્ર લોકોને જ સબસિડીવાળો ગેસ અને રાશન મળે. 

બંને ચીજોના લિંક થવાથી ડુપ્લીકેટ રાશન કાર્ડ અને વચેટીયાઓની મનમાની ખતમ કરવામાં મદદ મળશે. જો તમે પણ હજુ સુધી તમારું રાશન કાર્ડ આધાર સાથે લિંક કરાવ્યું ન હોય તો કોઈ પણ સંજોગોમાં 30 જૂન 2023 સુધીમાં આ કામ પૂરું કરાવી લો. 

આધારને રાશન કાર્ડ સાથે લિંક આ રીતે ઓનલાઈન કરાવો લિંક
- PDS પોર્ટલની અધિકૃત વેબસાઈટ પર જાઓ. 
- આધાર કાર્ડ નંબર, રાશન કાર્ડ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જેવી વિગતો દાખલ કરો. 
- ત્યારબાદ કન્ટીન્યુ ટેબ પર ક્લિક કરો. 
- રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી (OTP) મોકલવામાં આવશે. 
- OTP એન્ટર કરીને તથા લિંક રાશન કાર્ડ-આધાર કાર્ડ પર ક્લિક કરો. 

ઓફલાઈન આ રીતે કરો લિંક
- પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડની ફોટોસ્ટેટ સાથે રાશન કાર્ડની ફોટોસ્ટેટ સાથે લો. 
- જો તમારું આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક ન હોય તો બેંક પાસબુકની પણ ફોટોસ્ટેટ લઈ લો. 
- ત્યારબાદ પરિવારના મુખ્યાની પાસપોર્ટ સાઈઝ ફોટો લઈને રાશન ઓફિસ કે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) કે રાશનની દુકાન પર જમા કરો. 
- આધાર ડેટાબેસ માટે ત જાણકારીને માન્ય કરવા માટે તમને સેન્સર પર ફિંગર પ્રિન્ટ આઈડી આપવાનું કહેવામાં આવશે. 
- વિભાગના દસ્તાવેજ મળ્યા બાદ તમને એસએમએસ કે ઈમેઈલ દ્વારા સૂચિત કરવામાં આવશે. 
- સંબંધિત પ્રાધિકરણ તમારા દસ્તાવેજોથી આગામી પ્રક્રિયાને પૂરી કરશે. ત્યારબાદ રાશનકાર્ડ અને આધાર લિંક થયા બાદ તમને સૂચિત કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news