Monsoon India: દેશમાં ગરમીનો કહેર, હવે ચોમાસામાં પણ થશે વિલંબ, હવામાન વિભાગે આપી મહત્વની માહિતી
Monsoon Prediction 2023 India: ચોમાસા પર હવામાન વિભાગે આજે મહત્વની માહિતી આપી છે. દેશના ઘણા વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગે કહ્યું કે આ વખતે ચોમાસામાં વિલંબ થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ આ વખતે ભારતમાં ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વખતે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પહોંચવામાં વિલંબ થઈ શકે છે. સમગ્ર દેશમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે કારણ કે વરસાદી ઝાપટા માત્ર લોકોને ગરમીથી રાહત આપતા નથી, પરંતુ ખેતી પણ તેના પર નિર્ભર છે. જેમ જેમ ચોમાસું ઉત્તર તરફ આગળ વધે છે તેમ હવામાન બદલાય છે. કેરળમાં ચોમાસાની શરૂઆતની તારીખ 1લી જૂન છે અને તેમાં 7 દિવસનો તફાવત છે. આ વખતે ચોમાસું 4 જૂને કેરળમાં દસ્તક આપી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે જો કેરલમાં મોન્સૂનની શરૂઆતમાં વિલંબ થશે તો ગુજરાતમાં પણ વરસાદની સીઝન પાછળ ખેંચાઈ શકે છે.
ચોમાસું સમયસર ક્યારે રહ્યું
ચોમાસું 2018માં 29 મે, 2019માં 8 જૂન, 2020માં 1 જૂન, 2021માં 3 જૂન અને 2022 એટલે કે ગયા વર્ષે 29 મેના રોજ કેરળ પહોંચ્યું હતું. IMD છેલ્લા 18 વર્ષથી ભારતમાં ચોમાસાના આગમનની આગાહી કરી રહ્યું છે. આ આગાહી કુલ 6 પેરામીટર પર કરવામાં આવી છે. તેમાં ઉત્તર પશ્ચિમ ભારતનું લઘુત્તમ તાપમાન પણ સામેલ છે.
તાજેતરમાં જ્યારે મે મહિનામાં દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારમાં વરસાદ થયો અને લોકોને ઠંડીનો અનુભવ થવા લાગ્યો. કેટલાક લોકોમાં આશંકા ઉભી થઈ કે આ વખતે મોન્સૂનમાં વિલંબ થઈ શકે છે. પરંતુ હવે વધુ વિલંબની સંભાવના નથી.
તે જાણવું મહત્વપૂર્ણ છે કે જો ચોમાવામાં વિલંબ થાય છે તો ખરીફના મુખ્ય પાકની વાવણીમાં પણ વિલંબ થઈ શકે છે. એટલે કે મોન્સૂન ખેતીને પ્રભાવિત કરી શકે છે. ચોમાસા પર ગ્રામીણોની આવક, વપરાશ જ નહીં પરંતુ દેશની આર્થિક પ્રગતિ પણ નિર્ભર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે