છેલ્લા સાત દિવસમાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 1.18 કરોડ સંક્રમિત

ભારતમાં ઝડપથી કોરોના કેસમાં (India Corona Case) વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં એક્ટિવ કેસમાં (Corona Active Case) એક લાખનો વધારો થયો છે

છેલ્લા સાત દિવસમાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 1.18 કરોડ સંક્રમિત

નવી દિલ્હી: ભારતમાં ઝડપથી કોરોના કેસમાં (India Corona Case) વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં એક્ટિવ કેસમાં (Corona Active Case) એક લાખનો વધારો થયો છે. દેશમાં કોરોના મહામારી (Corona Epidemic) ફેલાયા બાદ આ એક્ટિવ કેસના આંકડામાં સૌથી મોટો ઉછાળો છે. આ પહેલા ગત વર્ષ સપ્ટેમ્બરમાં 6 દિવસમાં એક લાખ એક્ટિવ કેસ વધ્યા હતા. ત્યારે 6 દિવસની અંદર કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 9 લાખથી 10 લાખ સુધી પહોંચી ગયોહતો.

ગુરૂવારના 59,069 નવા કેસ આવ્યા
દેશમાં છેલ્લા 24 કલાકમાં 59,069 નવા કેસ સામે આવ્યા હતા. 32,912 દર્દી સાજા થયા છે અને 257 ના મોત થયા છે. નવા કેસો 17 ઓક્ટોબર બાદ સૌથી વધુ છે. ત્યારબાદ 61,893 દર્દીઓ મળી આવ્યા હતા. ગુરૂવારે એક્ટિવ કેસની (Corona Active Case) સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 25,857 નો વધારો થયો છે. આ સતત બીજો દિવસ હતો, જ્યારે એક્ટિવ કેસોમાં 25 હજારથી વધુનો વધારો થયો. એક્ટિવ કેસોમાં છેલ્લા સાત દિવસમાં 1 લાખ 49 હજાર 455 નો વધારો થયો છે.

અત્યાર સુધીમાં 1.18 કરોડ સંક્રમિત
દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 18 લાખ 46 હજાર 097 લોકો આ મહામારીથી (Corona Epidemic) સંક્રમિત થયા છે. તેમાંથી 1 કરોડ 12 લાખ 62 હજાર 508 લોકો સાજા થયા છે. જ્યારે 1 લાખ 60 હજાર 983 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. અત્યારે 4 લાખ 17 હજાર 823 એક્ટિવ કેસ છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news