મહાભિયોગઃ 5 જજોની બંધારણિય બેંચ મંગળવારે કરશે સુનાવણી, પાંચ સીનિયર મોસ્ટ જજ સામેલ નહીં
ઉપરાષ્ટ્રપતિએ મહાભિયોગનો કોંગ્રેસનો પ્રસ્તાવ ખારિજ કર્યા પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી હાથ ધરાશે.
Trending Photos
નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર મહાભિયોગની માંગને રાજ્યસભાના સભાપતિ તરફથી રદ્દ કરવાને લઈને કોંગ્રેસના બે રાજ્યસભાના સભ્યોએ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ સીકરીની આગેવાનીમાં 5 જજોની બંધારણિય બેંચ આ અરજી પર મંગળવારે સુનાવણી કરશે. ખાસ વાત તે છે કે આ બેંચમાં ચીફ જસ્ટિસ સહિત પાંચ સીનિયર મોસ્ટ જજ નથી.
સોમવારે આ મામલાને કોર્ટ નંબર 2માં જસ્ટિસ જે. ચેલમેશ્વરની કોર્ટમાં કપિલ સિબ્બલે ઉઠાવ્યો હતો. જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું હતું કે તે મંગળવારે જોશે, પરંતુ મોડી સાંજે સુપ્રીમ કોર્ટનું લિસ્ટ જારી થયું. તે પ્રમાણે આ મામલાની સુનાવણી જસ્ટિસ એકે સીકરી, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એન વી રમના, જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ એકે ગોયલની બેંચ કરશે.
જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું હતું, કાલે જોશું
રાજ્યસભા સાંસદ પ્રતાપ સિંહ બાજવા અને અમી યાજ્ઞિકે ચીફ જસ્ટિસ પર મહાભિયોગ પ્રસ્તાવની મંજૂરી માટે જસ્ટિસ જે. ચેલમેશ્વરની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમની માંગ હતી કે ત્રણ સભ્યોની કમિટીનું ગઠન કરીને ચીફ જસ્ટિસ વિરુદ્ધ લગાવેલા આરોપોની તપાસ થવી જોઈએ. તેના પર જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું કે મામલો સાંભળવો કે નહીં તેના પર મંગળવારે કોર્ટ વિચાર કરશે, પરંતુ સાંજે લિસ્ટ આવી ગયું. મહત્વનું છે કે ચીફ જસ્ટિસ વિરુદ્ધ રોસ્ટર મામલામાં જસ્ટિસ ચેલમેશ્વર સહિત 4 સીનિયર મોસ્ટ જજોએ જ પત્રકાર પરિષદ કરી હતી.
ઉપરાષ્ટ્રપતિએ ખારિજ કર્યો હતો પ્રસ્તાવ
રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ વિપક્ષના મહાભિયોગ પ્રસ્તાવની નોટિસને 23 એપ્રિલે તે કહેવા ખારિજ કરી હતી કે ચીફ જસ્ટિસ વિરુદ્ધ લગાવેલા આરોપ અસ્પષ્ટ અને શંકા પર આધારિત છે. પ્રસ્તાવ ખારિજ થવા પર કોંગ્રેસ નેતા અને પૂર્વ કાયદા પ્રધાન કપિલ સિબ્બલે કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિએ ઉતાવળમાં પ્રસ્તાવ ખારિજ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે