દેશનાં ઇતિહાસમાં પહેલીવાર લાલકિલ્લા પરથી ઉતર્યો ત્રિરંગો: શું છે સત્ય?

વાઇરલ થઇ રહેલી એક પોસ્ટ અનુસાર લાલ કિલ્લાને ડાલમિયા ગ્રુપને સોંપાતાની સાથે જ ત્રિરંગો ઉતારી દેવાયો

દેશનાં ઇતિહાસમાં પહેલીવાર લાલકિલ્લા પરથી ઉતર્યો ત્રિરંગો: શું છે સત્ય?

નવી દિલ્હી : દિલ્હીનાં ઐતિહાસિક લાલ કિલ્લાને ડાલમિયા ભારત ગ્રુપને સોંપવામાં આવ્યાનો વિવાદ હજી શાંત નથી થયો ત્યાં લાલ કિલ્લા મુદ્દે બીજા એક સમાચાર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. તે પોસ્ટ અનુસાર 70 વર્ષમાં પહેલીવાર લાલ કિલ્લા પરથી ત્રિરંગો હટાવવામાં આવ્યો છે. ફેસબુક પર INC(@congressfans) નામનાં પેજ પર 2 મે સાંજે 8.30 વાગ્યે લાલ કિલ્લાની તસ્વીર સાથે એક પોસ્ટ કરવામાં આવી. જેમાં લાલ કિલ્લાની ટોચે જ્યાં હંમેશા ત્રિરંગો ફરકે છે ત્યાંથી ઝંડો ગાયબ છે. 

આ પેજનાં 7લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. 7 મે સુધીમાં તો આ પોસ્ટને 30 હજારથી વધારે લોકો શેર કરી ચુક્યા હતા અને 12 હજાર કરતા પણ વધારે લોકો તેના પર પ્રતિક્રિયા વ્યક્ત કરી ચુક્યા છે. આ પેજ પર કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ પંજો પણ લાગેલો છે. ફોટાને જોતા જ સ્પષ્ટ થાય છે કે તસ્વીર મોડી સાંજે લેવામાં આવી છે. જેનાં કારણે તસ્વીર સ્પષ્ટ નથી જોઇ શકાત .

આ અંગે નિષ્ણાંતોનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, જે તસ્વીરમાં દેખાય છે તે છેલ્લા 70 વર્ષોથી રોજ થાય છે. આરોપો સદંતર ખોટા છે. લાલ કિલ્લા પર સુરજનાં પહેલા કિરણ સાથે ત્રિરંગો ફરકાવવામાં આવે છે. જેવી સંધ્યા ઢળે સંપુર્ણ સન્માન સાથે ત્રિરંગાને ઉતારી લેવામાં આવે છે. આ નિયમ દેશનાં આઝાદી સમયથી છે. લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવવા અને ઉતારવાની જવાબદારી CISFને સોંપવામાં આવી છે. 

આ અંગે ગૃહમંત્રાલયનાં અધિકારીએ પણ જણાવ્યું કે, જાહેર સ્થળ પર ત્રિરંગો ફરકાવવા માટે  "Flag Code of India 2002" નાં સેક્શન III માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જાહેર સ્થળો પર સંધ્યા ઢળ્યા બાદ ત્રિરંગો ઉતારી લેવો પડે છે. સુર્યોદયથી સુર્યાસ્તની વચ્ચે જ અહીં ત્રિરંગો ફરકાવી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news