મધ્યપ્રદેશ વિ.સ. ચૂંટણી : VIDEO : '4 નહીં ભલે 5 કેસ ચાલતા હોય, ચૂંટણી જીતનારો વ્યક્તિ જોઈએ' : કમલનાથ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે એક વીડિયો શેર કરીને નિશાન તાક્યું છે કે, 'કોંગ્રેસ કા હાથ, અપરાધિયોં કા સાથ'

Updated By: Nov 5, 2018, 12:01 AM IST
મધ્યપ્રદેશ વિ.સ. ચૂંટણી : VIDEO : '4 નહીં ભલે 5 કેસ ચાલતા હોય, ચૂંટણી જીતનારો વ્યક્તિ જોઈએ' : કમલનાથ
વાયરલ થયેલા વીડિયો અંગે કમલનાથે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. (ફાઈલ ફોટો)

ભોપાલઃ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 2 નવેમ્બરથી મધ્યપ્રદેશમાં નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે સત્તામાં રહેલી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું વાકયુદ્ધ પણ ધીમે-ધીમે તેજ થતું જઈ રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ બાબતે સોશિયલ મીડિયામાં સામ-સામે છે 

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે એક વીડિયો શેર કરતા નિશાન તાક્યું કે, "કોંગ્રેસ કા હાથ, અપરાધિયોં કા સાથ". આ વીડિયોમાં કોંગ્રેસના નેતા કમલનાથ કથિત રીતે એવું બોલતા સંભળાય છે કે, "કોઈ કહેતા હૈ કિ ઉસકે ઉપર 4 કેસ હૈં તો મૈં કહેતા હું કે ભલે હી 5 ક્યોં ન હોં... હમ તો ઇસમેં હૈં... હમ તો જીતનેવાલે કે હૈં.. મૈં બડી સ્પષ્ટ બાત સબસે કહેતા હું કિ મુઝે તો જિતનેવાલા ચાહિએ."

વાઈરલ થઈ રહેલા આ વીડિયોને શેર કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પર અપરાધિક પ્રવૃત્તિવાળા ઉમેદવારોને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, "જો કોંગ્રેસની આ જ રાજનીતિ છે તો... બાકી પ્રજા જાતે જ સમજદાર છે. તે જ નિર્મય કરશે કે 28 નવેમ્બરના રોજ મતદાન કરીને કોને વિજયી બનાવશે."

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કૌંગ્રેસ પર નિશાન તાકતા જણાવ્યું કે, "કમલનાથજી કો તિહાડ જેલ લઈ જાઓ... ત્યાં કોંગ્રેસ પોતાનો મનપસંદ કેન્ડિડેટ પસંદ કરી શકે છે." જોકે, આ મુદ્દે કમલનાથે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ મીડિયા રોપોર્ટ્સ પ્રમાણે કોંગ્રેસના પ્રવક્તા શોભા ઓઝાએ જણાવ્યું છે કે, વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. 

શિવરાજ વિરુદ્ધ કમલનાથ
થોડા દિવસો અગાઉ કમલનાથ અને શિવરાજે સોશિયલ મીડિયા પર એક-બીજા સામે તીર છોડ્યા હતા. કમલનાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના દાવા પર પ્રશ્નો પેદા કરતાં ટ્વીટર પર એક ફોટો શેર કર્યો હતો. શિવરાજ સિંહે ગયા વર્ષે પોતાની અમેરિકા યાત્રા દરમિયાન ત્યાં જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશની સડકો તો અમેરિકા કરતાં પણ સારી છે. 

Image result for kamal nath and shivraj zee news

આ જ સંદર્ભમાં ભાજપના નેતા પર હુમલો કરતાં કમલનાથે એક ફોટો શેર કરીને શાયરાના અંદાજમાં લખ્યું હતું કે, "મામાજી કે રાજ મેં ભ્રષ્ટાચારી રાસ્તોં કી લગી હૈ ઝડી, ઔર વોશિંગટન સે અચ્છ મખમલી સડક કર લો ઘડી. ભાજપા કે સામને ભ્રષ્ટાચાર કે સારે રેકોર્ડ લજાતે હૈં, મામાજી જાતે-જાતે તથાકથિત વિકાસ કો ઘડી કર સાથે લિએ જાતે હૈં. બઢિયા હૈ."

કમલનાથ દ્વારા ખરાબ સડકો અંગે કરવામાં આવેલી આ ટ્વીટને કારણે તાત્કાલિક વિવાદ પણ ઊભો થયો હતો. કેમ કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની ટ્વીટ સાથે તેમણે જે ફોટો શેર કર્યો હતો તે બાંગ્લાદેશનો છે. શિવારાજે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "અમારા કોંગ્રેસી મિત્રોનું શું કહેવું. અગાઉ દિગ્વિજયજી પાકિસ્તાનના પુલને ભોપાલ લઈ આવ્યા હતા અને હવે કમલનાથજી બાંગ્લાદેશની સડકને મધ્યપ્રદેશમાં લઈ આવ્યા છે."