ખેડૂતોની આવકમાં વધુ વધારો થશે, સરકારે ઘઉં અને મસૂર સહિત 6 રવિ પાક પર MSP વધારી
કેન્દ્ર સરકારે ઘઉં અને સરસવ સહિત છ પાક પર એમએસપી વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે ખેડૂતોની આવક વધારવી સરકારનું મહત્વનું લક્ષ્ય છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે આ દિશામાં સતત કામ કરી રહી છે. આ કડીમાં સરકારે દિવાળી પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે રવિ પાક પર એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝમાં વધારો કર્યો છે. કેબિનેટે એમએસપીમાં 2 ટકાથી લઈને 7 ટકા સુધીના વધારાની મંજૂરી આપી છે. કેબિનેટની બેઠકમાં સરકારના આ નિર્ણય પર મહોર લાગી છે.
સરકારે ઘઉં અને સરસવ સહિત છ પાકની એમએસપી વધારવાનો નિર્ણય કર્યો છે. ઘઉં, જુવાર, બટાટા, ચણા, મસૂર, અળસી, વટાણા તથા સરવસ રવિ સીઝનના મુખ્ય પાક માનવામાં આવે છે. ઘઉંનું સમર્થન મૂલ્ય 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી વધારી દીધુ છે.
#WATCH | The Union Cabinet has approved Minimum Support Prices (MSP) for Rabi Crops for 2024-25, says Union Minister Anurag Thakur in Delhi. pic.twitter.com/j6f1UUvTYC
— ANI (@ANI) October 18, 2023
ખેડૂતોની આવક વધારવી સરકારનું લક્ષ્ય
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકાર ખેડૂતોની આવક દોઢ ગણી વધારશે. ખેડૂતોને પાછલા વર્ષની તુલનામાં તલ અને સરસવમાં 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મસૂર પર 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ઘઉં પર 150 રૂપિયા, જુવાર પર 115 રૂપિયા, ચણા 105 રૂપિયા અને સનફ્લાવર પર 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધાર્યા છે.
શું હોય છે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (MSP)
હકીકતમાં ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે તે માટે એમએસપીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. તે માટે સરકાર પાકની એક મિનિમમ કિંમત નક્કી કરે છે. તેને ન્યૂનતમ સમર્થન મૂલ્ય કહે છે. આ વ્યવસ્થાનો ફાયદો તે છે કે જો કોઈ પાકની બજાર કિંમત ઘટી જાય તો પણ કેન્દ્ર સરકાર એમએસપી પર ખેડૂતોનો પાક ખરીદે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે