શાકાહારી લોકોમાં સૌથી વધુ રહે છે બ્રેન સ્ટોકનો ખતરો? જાણો શું કહે છે એક્સપર્ટ?
Symptoms of brain stroke:
Trending Photos
Symptoms of brain stroke: આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પોષક તત્વોની જરૂર પડે છે. જો આપણા આહારમાં કોઈ પોષક તત્વની કમી થઈ જાય તો તે બ્રેન સ્ટ્રોકનું કારણ બની શકે છે. એટલા માટે ડોક્ટર પણ જણાવે છે કે આપણે એક હેલ્દી ડાઈટનું સેવન કરવું જોઈએ. જેમાં પ્રોટીન, મિનરલ્સ, વિટામીન, ફાઈબર અને કાર્બ્સથી ભરપૂર માત્રા હોય. પરંતુ શું તમે જાણો છો કે નોન-વેજ ના ખાનાર લોકોમાં બ્રેન સ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે. આ કડવી છે પરંતુ હકીકત છે.
ભારતમાં સૌથી વધુ લોકો શાકાહારી છે, એટલા માટે તેમનામાં વિટામીન B12ની કમી રહેવાની સંભાવના સૌથી વધુ હોય છે. વિટામીન બી12ની કમીના કારણે હોમોસિસ્ટીનનું સ્તર વધી જાય છે, જે લોહીના ગઠ્ઠા થતા રોકવામાં મદદ કરે છે. હોમોસિસ્ટીનનું હાઈ લેવલ બ્રેન સ્ટ્રોકના ખતરાને વધારી દે છે, એટલા માટે શાકાહારીઓમાં બ્રેન સ્ટ્રોકના કેસ સૌથી વધુ હોય છે.
બ્રેન સ્ટ્રોકના બે મુખ્ય પ્રકાર છે.
ઈસ્કેમિક સ્ટ્રોક
આ સૌથી સામાન્ય પ્રકારનો બ્રેન સ્ટ્રોક છે. આવું ત્યારે થાય છે જ્યારે લોહીનો જથ્થો મગજની એક ધમનીને બ્લોક કરી નાંખે છે, જેના કારણે મગજના તે ભાગમાં લોહી પહોંચતું અટકી જાય છે.
હેમોરેજિક સ્ટ્રોક
આ ત્યારે થાય છે જ્યારે મગજની એક ધમની ફાટી જાય છે અને મગજમાં બ્લીડિંગ થઈ જાય છે.
બ્રેન સ્ટ્રોકના અન્ય સંભવિત કારણ
- - હાઈ બ્લડ પ્રેશર
- - ધ્રૂમપાન
- - ડાયાબિટીઝ
- - દિલની બિમારી
- - મોટાપા
- - પારિવારિક ઈતિહાસ
- - અમુક દવાઓ
બ્રેન સ્ટ્રોકના શરૂઆતી સંકેત
- - ચહેરા, હાથ અથવા તો પગ અચાનક સુન્ન થવા અથવા કમજોરી, ખાસ કરીને શરીરની એક બાજુ.
- - અચાનક ભ્રમ, બોલવામાં પરેશાની અથવા તો ભાષણ સાંભળવામાં પરેશાની
- - એક અથવા તો બન્ને આંખોમાં જોવામાં અચાનક તકલીફ
- - અચાનક ચાલવામાં પરેશાની, ચક્કર આવવા, સંતુલન અથવા તો સમન્વયને નુકસાન
- - અજાણ્યા કારણ વગર અચાનક ગંભીર માથાનો દુખાવો
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે