મુકુલ રોય હવે ભાજપ છોડી TMC માં પાછા ફરશે? આજે સાંજે CM મમતા બેનર્જી સાથે કરશે મુલાકાત
મમતા બેનર્જી સાથે મુલાકાત પહેલા જ મુકુલ રોયની ટીએમસીમાં વાપસી અંગે અટકળો શરૂ થઈ ગઈ છે.
Trending Photos
કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા મુકુલ રોય આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી શકે છે. મમતા બેનર્જી સાથે મુલાકાત પહેલા જ મુકુલ રોયની ટીએમસીમાં વાપસી અંગે અટકળો શરૂ થઈ ગઈ છે.
મુકુલ રોયના બીમાર પત્નીના ખબર કાઢવા પહોંચ્યા હતા અભિષેક બેનર્જી
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી 2 જૂનના રોજ મુકુલ રોયના બીમાર પત્નીના ખબર કાઢવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારબાદથી અટકળો તેજ થઈ ગઈ કે રાજનીતિક સમીકરણ બદલાઈ શકે છે.
BJP National Vice President Mukul Roy is likely to join TMC. The decision regarding his joining will be taken after his meeting with the party's top brass in Kolkata today: Sources
(file photo) pic.twitter.com/Q26UmmXX1h
— ANI (@ANI) June 11, 2021
ભાજપમાં આવ્યા તે પહેલા ટીએમસીના મહાસચિવ હતા મુકુલ રોય
અત્રે જણાવવાનું કે મુકુલ રોય ભાજપમાં સામેલ થયા તે પહેલા તૃણમૂલ કોંગ્રેસમાં મહાસચિવ હતા. મુકુલ રોય વર્ષ 2017માં ભાજપમાં જોડાયા હતા અને અત્યારે તેઓ ભાજપના રાજ્યસભા સાંસદ છે. હાલમાં જ અભિષેક બેનર્જીને પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે