'અલીબાગ સે આયેલા હૈ ક્યા?' કેમ બોલાય છે આ વાક્ય? શું છે આનો ઈતિહાસ? જાણો રોચક કહાની

મુંબઈમાં જો તમે કોઈ દિવસ ગયા હોવ તો ત્યાંના લોકો ઘણીવાર બોલતા હોય છે. કે અલીબાગ સે આયેલા હૈ ક્યા? એટલે શું અલીબાગથી આવેલો છે કે શું? અને આ વાંક્ય કોઈ પણ મુંબઈકરના ફિલિંગ્સને હર્ટ કરશે. તો કેમ મુંબઈના લોકોની ફિલિંગ્સ હર્ટ થાય છે અને એવું તો શું છે અલીબાગમાં અમે જણાવશું આ અહેવાલમાં.

Updated By: Dec 5, 2021, 03:22 PM IST
'અલીબાગ સે આયેલા હૈ ક્યા?' કેમ બોલાય છે આ વાક્ય? શું છે આનો ઈતિહાસ? જાણો રોચક કહાની

યશ કંસારા, અમદાવાદઃ મુંબઈમાં જો તમે કોઈ દિવસ ગયા હોવ તો ત્યાંના લોકો ઘણીવાર બોલતા હોય છે. કે અલીબાગ સે આયેલા હૈ ક્યા? એટલે શું અલીબાગથી આવેલો છે કે શું? અને આ વાંક્ય કોઈ પણ મુંબઈકરના ફિલિંગ્સને હર્ટ કરશે. તો કેમ મુંબઈના લોકોની ફિલિંગ્સ હર્ટ થાય છે અને એવું તો શું છે અલીબાગમાં અમે જણાવશું આ અહેવાલમાં.

મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું, મુંબઈથી દક્ષિણે 31 કિમી. દૂર, અરબી સમુદ્રકાંઠે વસેલું શહેર. સત્તરમી સદીમાં ‘અલી’ નામના એક મુસ્લિમ શ્રીમંતે આ સ્થળે આંબાનાં અને સોપારીનાં વૃક્ષોનો બગીચો બનાવેલો. તે પરથી આ શહેરનું નામ અલીબાગ પડેલું. અગાઉ આ શહેર મરાઠાઓના કબજામાં હતું. એમની પાસેથી મુસ્લિમોએ જીતી લઈ આ શહેરનું નવું નામકરણ કરી અલીબાગમાં નૌકામથક પણ સ્થાપ્યું. પોર્ટુગીઝોનાં સંસ્થાનો પર તેમજ તેમનાં આવતાં વહાણો ઉપર હુમલા કરવા માટે મુસ્લિમોને આ ઘણું જ નજીકનું અને ઉપયોગી સ્થળ હતું. અગાઉના કોલાબા જિલ્લાનું આ મુખ્ય તાલુકામથક પણ છે. મોટી સાધનસંપન્ન હવામાન કચેરીની સ્થાપના પણ અહીં થયેલી છે.

એક સમયે મુંબઈથી નજીક આવેલા આ શહેરના લોકો એટલા ભોળા હતા કે, કોઈ તેમને ઉલ્લું બનાવે તો તેમને ખબર પણ નહોતી પડતી. એટલે જ્યારે, પણ મુંબઈમાં કોઈ કોઈને ઉલ્લું બનાવતું હોય તેવું સામેવાળા વ્યક્તિને લાગે એટલે તે વ્યક્તિ કહે છે, કે શું હું અલીબાગથી આવેલો છું?

રાયગઢ જિલ્લાના કોંકણ ક્ષેત્રમાં અલીબાગ સ્થિત છે. ભીડભાડ અને શહેરના અવાજથી દૂર અલીબાગ કપલ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીંયા એવું ઘણું બધું છે જ્યાં તમે પાર્ટનર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી શકો છો. અલીબાગ ત્રણેય બાજુ સમુદ્રથી ઘેરાયેલું છે. અહીંયા કિલ્લો કોલાબા આવેલો છે જે શિવાજી મહારાજ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

અલીબાગના દરિયા કિનારા સુંદર હોવાની સાથે ખૂબ ચોખ્ખા પણ છે. અલીબાગના દરિયા કિનારે કાળા રંગની રેતી જોવા મળે છે. અહીંયા વધારેમાં વધારે તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ હોય છે. અહીંયા વધારે ગરમી હોતી નથી. અલીબાગમાં ઘણા પ્રસિદ્ધ બીચ છે. એમાં અલીબાગ બીચ, કિહિમ બીચ, અક્ષઇ બીચ. વર્સીલી બીચ, માંડવા બીચ ખૂબ પ્રસિદ્ધ છે.