Antilia case: કોર્ટે સવિન વાઝેની NIA રિમાન્ડ 9 એપ્રિલ સુધી વધારી, CBI પણ કરશે પૂછપરછ
એન્ટીલિયા કેસમાં સવિન વાઝેની રિમાન્ડ 9 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. આગામી બે દિવસમાં સીબીઆઈની ટીમ પણ સચિન વાઝેની પૂછપરછ કરશે.
Trending Photos
મુંબઈઃ એન્ટીલિયા કેસ (Antilia case) માં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝે (Sachin Vaze) ની એનઆઈએ રિમાન્ડ કોર્ટે 9 એપ્રિલ સુધી વધારી દીધી છે. સાથે આજે એનઆઈએ કોર્ટે સીબીઆઈને સચિન વાઝેની પૂછપરછ માટેની મંજૂરી આપી છે. આદેશ પ્રમાણે આગામી બે દિવસમાં એનઆઈએ કસ્ટડીમાં જ સીબીઆઈને વાઝેની પૂછપરછ કરવાનું કહેવામાં આવ્યું છે.
મહત્વનું છે કે કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ) એ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે મંગળવારે એક પ્રાથમિક તપાસ (PE) નોંધી હતી. સીબીઆઈએ બોમ્બે હાઈકોર્ટના આદેશ પર PE દાખલ કરી છે. અધિકારીઓએ કહ્યું કે, આરોપોની પ્રાથમિક તપાસ કરવા માટે સોમવારે સીબીઆઈને 15 દિવસનો સમય આપ્યો હતો.
બોમ્બે હાઈકોર્ટે સોમવારે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતા અનિલ દેશમુખ પર લાગેલા આરોપોની તપાસ માટે આદેશ આપ્યા હતા.
પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખે સવિન વાઝે સહિત અન્ય અધિકારીઓને બાર અને રેસ્ટોરન્સમાંથી 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનું કહ્યું હતું.
25 ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘરની પાસે એક એસયૂવીમાં જિલેટીનની સ્ટીક મળવા અને પછી મનસુખ હિરેનના શંકાસ્પદ સ્થિતિમાં મોત બાદ સચિન વાઝે એનઆઈએ તપાસના ઘેરામાં આવ્યો હતો. એનઆઈએએ 13 માર્ચે વાઝેની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે