સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના દર્દીની મદદે આવ્યા, સુરતવાસીઓ માટે કર્યો આ સંક્લપ
સુરતના મજૂરાના ધારાસભ્યએ (MLA) માત્ર 72 કલાકમાં અલથાણા કોમ્યુનિટી હોલ ખાતે 200 બેડના કોવિડ કેર સેન્ટર (Covid Care Center) શરૂઆત કરવાનું જણાવ્યું છે. આ કોવિડ હેલ્થ સેન્ટરમાં ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Trending Photos
તેજસ મોદી/ સુરત: ગુજરાતમાં સતત કોરોના સંક્રમણનો (Coronavirus) ખતરો વધી રહ્યો છે. એવામાં સુરત (Surat) અને અમદાવાદમાં (Ahmedabad) સૌથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના મજૂરાના ધારાસભ્યએ (MLA) માત્ર 72 કલાકમાં અલથાણા કોમ્યુનિટી હોલ ખાતે 200 બેડના કોવિડ કેર સેન્ટર (Covid Care Center) શરૂઆત કરવાનું જણાવ્યું છે. આ કોવિડ હેલ્થ સેન્ટરમાં ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ (MLA Harsh Sanghvi) માત્ર 48 કલાકમાં અટલ સંવેદના કોવિડ કેસ સેન્ટર (Atal Covid Care Center) ઉભું કર્યું છે. જેમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે તેમના આ કાર્યમાં 100 થી વધુ મિત્રોએ ભાગ લીધો છે. જો કે, ધારાસભ્ય હર્ષ સંઘવી આગામી 72 કલાકમાં સુરતવાસીઓ માટે 200 બેડનું કોવિડ કેર સેન્ટર (Covid Care Center) બનાવવાના સંકલ્પ સાથે કાર્ય શરૂ કર્યું છે. આ ઉપરાંત રેમડેસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection ), ડોક્ટરની એડવાઈઝરી ફ્રીમાં મળી રહેશે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હું નહીં તમામ સુરતવાસીઓ જાણે છે કે, આજે ખાનગી હોસ્પિટલમાં હાઉસફુલના બોર્ડ લાગી ગયા છે. 108 ને ગેટ પર જ અટકાવી દેવામાં આવે છે. કોરોના દર્દી હોવાનું કહેતા જ સિવિલ લઇ જવાનું કહી દેવામાં આવે છે. આવા કપરા સમયમાં એક લોકપ્રતિનિધિ તરીકે મારી જવાબદારી બને છે કે, એકપણ કોરોના પોઝિટિવ દર્દીને સારવારને લઇને મુશ્કેલીનો સામનો કરવો પડે નહી. મને વિશ્વાસ છે કે, મારા આ કાર્યમાં તમામ સહભાગી થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે