Mumbai Drug Case: NCBની સૌથી મોટી કાર્યવાહી, તપાસ માટે બનાવી સ્પેશિયલ 20ની ટીમ

પ્રથમ SIT આર્યન ખાન સહિત બાકીના 5 ડ્રગ કેસની તપાસ કરશે. આ SITમાં કુલ 13 તપાસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમનું નેતૃત્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (DDG) ઓપરેશન સંજય સિંહ કરશે.

Mumbai Drug Case: NCBની સૌથી મોટી કાર્યવાહી, તપાસ માટે બનાવી સ્પેશિયલ 20ની ટીમ

Mumbai Drug Case Latest:: NCBએ મુંબઈ ડ્રગ કેસ  (Mumbai Drug Case) ની તપાસ માટે બે વિશેષ ટીમો એટલે કે SITની રચના કરી છે. બંને ટીમો સોમવારથી એક્શનમાં આવશે. તે ટીમa આર્યન ખાન ડ્રગ કેસ અને સમીર વાનખેડે સંબંધિત આરોપોની તપાસ કરશે.

પ્રથમ SITમાં 13 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ SIT આર્યન ખાન સહિત બાકીના 5 ડ્રગ કેસની તપાસ કરશે. આ SITમાં કુલ 13 તપાસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમનું નેતૃત્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (DDG) ઓપરેશન સંજય સિંહ કરશે. આ ટીમમાં એક એડિશનલ ડાયરેક્ટર (AD), બે SP અને 10 IO અને JIO હશે.

વાનખેડેની તપાસ માટે 7 સભ્યોની ટીમ
બીજી તરફ સમીર વાનખેડે પર લાગેલા આરોપોની તપાસ માટે બીજી SITની રચના કરવામાં આવી છે. આ વિજિલન્સ ટીમમાં 7 અધિકારીઓ છે. આ ટીમ સોમવારે મુંબઈ પણ જશે અને આ મામલે વધુ તપાસ કરશે. આ ટીમે અત્યાર સુધીમાં 12 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે. હવે આ વિજિલન્સ ટીમ આ કેસમાં મુખ્ય સાક્ષીઓ કિરણ ગોસાવી, પ્રભાકર સેલ, મનીષ ભાનુશાલી, અભિનેતા શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની ઉપરાંત સેમ ડિસોઝાના નિવેદનો નોંધશે.

વિવિધ રાજ્યોના શાર્પ અધિકારીઓનો સમાવેશ
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે NCB વિજિલન્સની ટીમ પણ ઘટનાસ્થળની મુલાકાત લેશે. માનવામાં આવે છે કે NCB  આ મામલે આર્યન ખાનની પણ પૂછપરછ કરી શકે છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક NCB પર રોજ નવા આરોપો લગાવી રહ્યા છે. તેથી આ વખતે NCBએ મુંબઈ ડ્રગ કેસની તપાસ માટે દેશના વિવિધ રાજ્ય એકમોમાં તૈનાત ધારદાર અધિકારીઓનો સમાવેશ કર્યો છે. જેથી સત્ય બહાર લાવી એજન્સીની જૂની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news