Zika Virus: કોરોના બાદ હવે ઝિકા વાયરસે કહેર મચાવ્યો, આ શહેરમાં છેલ્લા 3 દિવસમાં 43 નવા કેસ નોંધાયા

ગુરુવારથી શનિવાર દરમિયાન શહેરમાં સંક્રમણના 43 નવા કેસ સામે આવ્યા.

Zika Virus: કોરોના બાદ હવે ઝિકા વાયરસે કહેર મચાવ્યો, આ શહેરમાં છેલ્લા 3 દિવસમાં 43 નવા કેસ નોંધાયા

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં મચ્છરોથી ફેલાતા દુર્લભ ઝિકા વાયરસનો કહેર સતત જોવા મળી રહ્યો છે. ગુરુવારથી શનિવાર દરમિયાન શહેરમાં સંક્રમણના 43 નવા કેસ સામે આવ્યા. ડીએમ વિશાખ જી ઐય્યરે જણાવ્યું કે અત્યાર સુધીમાં ઝિકા વાયરસના 79 કેસ નોંધાયા છે. 

સંક્રમણથી ગ્રસ્ત લોકોના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે કોવિડના સમયે ઉપયોગમાં લેવાયેલા કંટ્રોલ રૂમથી ઝિકા વાયરસના રોગીઓ પર નજર રખાઈ રહી છે. સવાર-સાંજ ફોન પર તેમના સ્વાસ્થ્યની જાણકારી લેવાઈ રહી છે. કાનપુરમાં ઓક્ટોબરમાં ઝિકા વાયરસનો પહેલો કેસ મળ્યા બાદ સંક્રમણનો કહેર સતત ચાલુ છે. તમામ કેસ એરફોર્સ સ્ટેશનથી 3-4 કિમીની રેન્જમાં જ સામે આવ્યા છે. 

સૌથી વધુ ગુરુવારે મળ્યા દર્દી
ગત બુધવારે 24 કેસ સામે આવ્યા બાદ ગુરુવારે 30 કેસ અને શનિવારે નવા 13 કેસ નોંધાયા. અત્યાર સુધીમાં મળેલા ઝિકા વાયરસના પોઝિટિવ કેસમાંથી લગભગ અડધી સંખ્યા મહિલાઓની છે. 70 ટમો ત્રણ કિલોમીટરના દાયરામાં ઘરે ઘરે જઈને મચ્છરોના સ્ત્રોત ખતમ કરવા ઉપરાંત તાવ જેવા લક્ષણોવાળા લોકોના સેમ્પલ લઈ રહી છે. હાલ કોઈ ગર્ભવતીના શિશુમાં મુશ્કેલી જોવા મળી નથી. 3100થી વધુ નમૂના લેવાઈ ચૂક્યા છે. 

કન્નૌજમાં મળ્યો ઝિકા વાયરસનો પહેલો કેસ
આ બાજુ કન્નૌજમાં પણ ઝિકા વાયરસનો પહેલો કેસ નોંધાઈ ચૂક્યો છે. 45 વર્ષના વ્યક્તિમાં ઝિકા વાયરસની પુષ્ટિ થઈ છે. આ વ્યક્તિ કાનપુરના શિવરાજપુર સ્થિત કાસામઉ ગામમાં રોકાયો હતો. 3 નવેમ્બરના રોજ તપાસ માટે 30 સેમ્પલ મોકલાયા હતા. જેમાંથી એકમાં આ વાયરસ મળી આવ્યો. સીએમઓ ડો. વિનોદકુમારે પણ તેની પુષ્ટિ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news