નવનીત રાણાના આરોપો પર મુંબઇ પોલીસનો જવાબ, કમિશ્નરે ટ્વીટ કર્યો પોલીસસ્ટેશનનો VIDEO
નવનીત રાણાના આ આરોપોના જવાબમાં મુંબઇ પોલીસ કમિશ્નર સંજય પાંડેએ એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટની સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં નવનીત રાણાને પાણ્ને પાણીની બોટલ સાથે જોઇ શકાય છે. સાથે જ તે કપમાં ચા/કોફી પીતા પણ જોઇ શકાય છે. બાજુમાં તેમના પતિ પણ બેઠેલા જોવા મળે છે.
Trending Photos
Mumbai Police reply to Navneet Rana: મહારાષ્ટ્રમાંથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિની ધરપકડના મામલો તૂલ પકડતો જાય છે. નવનીત રાણાએ રવિવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે મુંબઇ પોલીસ દ્રારા તેમની ધરપકડ અવૈધ છે અને કસ્ટડીમાં તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
નવનીત રાણાના આરોપો પર આપ્યો જવાબ
નવનીત રાણાના આ આરોપોના જવાબમાં મુંબઇ પોલીસ કમિશ્નર સંજય પાંડેએ એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટની સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં નવનીત રાણાને પાણ્ને પાણીની બોટલ સાથે જોઇ શકાય છે. સાથે જ તે કપમાં ચા/કોફી પીતા પણ જોઇ શકાય છે. બાજુમાં તેમના પતિ પણ બેઠેલા જોવા મળે છે.
નવનીત રાણાએ આરોપ લગાવ્યો છે કે તેમણે મુંબઇ પોલીસે પીવાનું પાણી પણ આપતી નથી. હવે તેના જવાબમાં કમિશ્નરે કહ્યું કે 'અમારે બીજું કશું જ કહેવું નથી.' સંજય પાંડેએ આ ટ્વીટને રાણાના આરોપોનો જવાબ ગણવામાં આવી રહ્યો છે. જે તેમણે મુંબઇ પોલીસ પર લગાવ્યો હતો.
Do we say anything more pic.twitter.com/GuUxldBKD5
— Sanjay Pandey (@sanjayp_1) April 26, 2022
કમિશ્નર પર સખત એક્શનની માંગ
અમરાવતીથી લોકસભા સભ્ય નવનીત રાણાએ પોતાના પત્રમાં મુંબઇ પોલીસ કમિશ્નર સંજય પાંડે વિરૂદ્ધ કઠોર કાર્યવાહીની માંગ કરી છે. તેમણે દાવો કર્યો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિર્દેશ પર તેમના અને તેમના પતિ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને શનિવારે મુંબઇમાં મુખ્યમંત્રી ઠાકરેના ખાનગી આવાસ 'માતોશ્રી' બહાર 'હનુમાન' ના પાઠ કરવાની જાહેરાત બાદ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે દંપતિને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે