Mumbai Rains Update: મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પુરનું જોખમ, મુંબઈગરાઓ પણ રહે સાવધાન

મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પુરે તબાહી મચાવી દીધી છે. રાયગઢ, રત્નાગિરી, અને કોલ્હાપુર જેવા જિલ્લાઓમાં સતત વરસાદના કારણે અનેક નદીઓમાં પાણીના સ્તર વધી ગયા છે. આવામાં પ્રશાસને પુરના જોખમને જોતા નદીઓના કિનારે વસેલા ગામને અલર્ટ જાહેર કર્યું છે. 

Mumbai Rains Update: મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પુરનું જોખમ, મુંબઈગરાઓ પણ રહે સાવધાન

Mumbai Weather Forecast Update Today: મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પુરે તબાહી મચાવી દીધી છે. રાયગઢ, રત્નાગિરી, અને કોલ્હાપુર જેવા જિલ્લાઓમાં સતત વરસાદના કારણે અનેક નદીઓમાં પાણીના સ્તર વધી ગયા છે. આવામાં પ્રશાસને પુરના જોખમને જોતા નદીઓના કિનારે વસેલા ગામને અલર્ટ જાહેર કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે આ જિલ્લાઓમાં બનેલા બંધ જોખમના નિશાનની લગભગ નજીક પહોંચી રહ્યા છે. સંભવિત જોખમને જોતા જિલ્લા પ્રશાસન પાણી છોડવાની યોજના બનાવી રહ્યું છે. પરંતુ ચિંતા છે કે પુરનું પાણી છોડવામાં આવ્યું તો અનેક ગામડાઓ પ્રભાવિત થશે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં પડી રહેલા ભારે વરસાદે મુંબઈને જ જાણે સમુદ્ર જેવો બનાવી દીધો છે. થાણામાં ખાડામાં પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે. 

મુંબઈમાં આજે ફરી વરસાદ
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદનો સિલસિલો ચાલુ છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ટ્રેનો અને વાહનોના ટ્રાફિક પર અસર થઈ છે. હવામાન ખાતાની આગાહી મજુબ આજે પણ શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અત્રે જણાવવાનું કે ભારે વરસાદના કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈની રફતાર જાણે અટકી ગઈ છે. લોકોને પોતાની ઓફિસો, કે અન્ય સ્થળો પર પહોંચવા માટે ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે. વાહનવ્યવહાર પણ ખુબ પ્રભાવિત થયો છે. 

— ANI (@ANI) July 6, 2022

જુલાઈના 5 દિવસમાં મહિનાનો 70 ટકા વરસાદ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ મંગળવારે સવારે આઠ વાગે પૂરા થયેલા 24 કલાકના ગાળામાં સરેરાશ 95.81 મિમી વરસાદ પડ્યો. જ્યારે આ સમયગાળા દરમિયાન પૂર્વ અને પશ્ચિમ પરા વિસ્તારોમાં ક્રમશ 115.09 મિમી અને 116.73 મિમી વરસાદ નોંધાયો. બીએમસીના અધિકારીઓએ કહ્યું કે સવારે આઠ વાગ્યાથી 11.30 વાગ્યા વચ્ચે શહેરમાં સરેરાશ 41 મિમી વરસાદ પડ્યો. જ્યારે પૂર્વ અને પશ્ચિમી પરા વિસ્તારોમાં ક્રમશ 85 મિમી અને 55 મિમી વરસાદ નોંધાયો. શહેરમાં જુલાઈના શરૂઆતના પાંચ દિવસમાં પૂરા મહિનાનો 70 ટકા વરસાદ પડી ચૂક્યો છે. 

આઈએમડીએ આગામી ચાર દિવસમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારબાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય પ્રશાસનના અધિકારીઓને સાવધાની વર્તવાનું અને એ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે કે કોઈ જાનમાલનું નુકસાન ન થાય. આઈએમડીએ દક્ષિણ કોંકણ ક્ષેત્ર અને ગોવા માટે ઓરેન્જ એલર્ટ તથા ઉત્તર કોંકણ, ઉત્તર મધ્ય, અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર તથા મરાઠાવાડા વિસ્તારો માટે યલ્લો એલર્ટ બહાર પાડ્યું છે. 

— ANI (@ANI) July 6, 2022

હવામાન  ખાતું ચાર રંગ પર આધારિત ભવિષ્યવાણી કરે છે. ગ્રીન રંગનો અર્થ છે કોઈ અલર્ટ નથી, યલ્લો એલર્ટ એટલે કે નિગરાણી રાખો, ઓરેન્જ એલર્ટ એટલે સતર્ક રહેવાનું છે અને રેડ એલર્ટ એટલે ચેતવણી છે અને આ સ્થિતિમાં કાર્યવાહીની જરૂરીયાત છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે જરૂર પ્રમાણે ઠેર ઠેર એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે અને જરૂર પડ્યે વધુ કર્મીઓ પણ મોકલવામાં આવશે. 5700 સીસીટીવીની મદદથી મુંબઈના દરેક સ્થળ પર નજર રાખી શકાય તેમ છે. 

— ANI (@ANI) July 6, 2022

IMD ના જણાવ્યાં મુજબ મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત હવામાન વિભાગે ગુજરાત, મધ્ય પ્રદેશ, તેલંગણા, કેરળ અને કર્ણાટકની સાથે સાથે ઓડિશામાં પણ આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news