Mysterious Valley: વાત એવી રહસ્યમયી ખીણની, જ્યાંથી કોઈપણ આજ સુધી નથી આવ્યું પરત

દુનિયા આશ્ચર્યજનક રહસ્યોથી ભરેલી છે. આજે પણ, પૃથ્વી પર એવા ઘણા રહસ્યો છે, જેના વિશે કોઈને કંઈ ખબર નથી. આજે અમે તમને આવી જ એક રહસ્યમય ખીણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે એવું કહેવામાં આવે છે કે આજ સુધી કોઈ તેને શોધી શક્યું નથી, જ્યારે એવું માનવામાં આવે છે કે આ ખીણ અરુણાચલ પ્રદેશ અને તિબેટની વચ્ચે ક્યાંક આવેલી છે.

Mysterious Valley: વાત એવી રહસ્યમયી ખીણની, જ્યાંથી કોઈપણ આજ સુધી નથી આવ્યું પરત

નવી દિલ્લીઃ દુનિયા આશ્ચર્યજનક રહસ્યોથી ભરેલી છે. આજે પણ, પૃથ્વી પર એવા ઘણા રહસ્યો છે, જેના વિશે કોઈને કંઈ ખબર નથી. આજે અમે તમને આવી જ એક રહસ્યમય ખીણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે એવું કહેવામાં આવે છે કે આજ સુધી કોઈ તેને શોધી શક્યું નથી, જ્યારે એવું માનવામાં આવે છે કે આ ખીણ અરુણાચલ પ્રદેશ અને તિબેટની વચ્ચે ક્યાંક આવેલી છે.
 
અરુણાચલ પ્રદેશ અને તિબેટની આ જગ્યા 'શાંગરી-લા વેલી' તરીકે ઓળખાય છે. શાંગરી-લાએ વાયુમંડળની સમયથી પ્રભાવિત સ્થાનો પૈકીની એક જગ્યા છે. આવી જગ્યા પર સમય અટકી જાય છે અને લોકો ઈચ્છે ત્યાં સુધી જીવિત રહી શકે છે. આ ખીણને પૃથ્વીનું આધ્યાત્મિક નિયંત્રણ કેન્દ્ર પણ કહેવામાં આવે છે. વિશ્વના ઘણા લોકોએ 'શાંગરી-લા વેલી' શોધવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો છે, પરંતુ આજ સુધી કોઈ આમ કરવામાં સફળ રહ્યું નથી.

અરુણ શર્માએ પોતાની પુસ્તક 'ધ મિસ્ટ્રીઅસ વેલી ઓફ તિબેટ'માં શાંગરી-લા વિશે ઉલ્લેખ કર્યો છે. તેમના મતે, યુત્સુંગ નામના લામાએ કહ્યું હતું કે શાંગરી-લા ખીણમાં સમયનો પ્રભાવ નજીવો છે. ત્યાં મન, જીવન અને વિચારની શક્તિ અમુક હદ સુધી વધી જાય છે. તેમણે કહ્યું કે, જો કોઈ પદાર્થ અથવા વ્યક્તિ અજાણતાં ત્યાં જાય, તો તેઓ ક્યારેય દુનિયામાં પાછા આવી શકતા નથી.

યુત્સુંગના મતે, તેઓ પોતે પણ આ રહસ્યમય ખીણમાં જઈ ચૂક્યા છે. તેમનો દાવો છે કે, ત્યાં ન તો સૂર્યપ્રકાશ છે કે નથી કોઈ ચંદ્ર. ચારે બાજુ એક રહસ્યમય પ્રકાશ ફેલાયો હતો. આ ખીણનો ઉલ્લેખ તિબેટીયન ભાષાની પુસ્તક 'કાળ વિજ્ઞાન' માં પણ જોવા મળે છે. આ પુસ્તક આજે પણ તિબેટમાં તવાંગ મઠના પુસ્તકાલયમાં રાખવામાં આવ્યું છે.

આ ખીણને સિદ્ધાશ્રમ પણ કહેવામાં આવે છે, જેનો ઉલ્લેખ મહાભારતથી લઈને વાલ્મીકિ રામાયણ અને વેદોમાં પણ કરવામાં આવ્યો છે. જેમ્સ હિલ્ટન નામના લેખકે પણ આ રહસ્યમય સ્થળ વિશે પોતાની પુસ્તક 'લૉસ્ટ હૉરીઝોન' માં લખ્યું છે. જોકે, તેમના મતે, આ એક કાલ્પનિક સ્થળ છે. શાંગરી-લા વેલી વિશે જાણનારા ઘણા લોકો કાયમ માટે ગાયબ થઈ ગયા. એવું પણ કહેવામાં આવે છે કે ચીની સેનાએ આ ખીણને શોધવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ પણ આ સ્થળ શોધવામાં નિષ્ફળ નીવડ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news