નાગાલેન્ડમાં ભાજપ સાથે 15 વર્ષ જૂની મિત્રતા તોડવી ભારી પડી, NPFએ ખાધી પછડાટ

નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (NPF) બહુમતથી પાછળ જોવા મળી રહી છે.

નાગાલેન્ડમાં ભાજપ સાથે 15 વર્ષ જૂની મિત્રતા તોડવી ભારી પડી, NPFએ ખાધી પછડાટ

નવી દિલ્હી: નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (NPF) બહુમતથી પાછળ જોવા મળી રહી છે. આંકડાઓ જોતા મુખ્યમંત્રી ટીઆર જેલિયાંગના નેતૃત્વમાં સત્તાધારી એનપીએમફ એકવાર ફરીથી સત્તામાં આવતી જોવા મળી રહી નથી. ભાજપ અને નવા બનેલા નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી) ગઠબંધનને લીડ મળી રહી છે. ગત ચૂંટણીમાં 60 બેઠકોવાળી નાગાલેન્ડ વિધાનસભામાં વિપક્ષના એક પણ સભ્ય નહતાં. ગત ચૂંટણીમાં સત્તાધારી નાગાલેન્ડ ડેમોક્રેટિક ગઠબંધનની સરકારમાં એનપીએફના 48 ધારાસભ્યો હતાં જ્યારે ગઠબંધન સહયોગી ભાજપના ચાર અને આઠ સભ્યો અપક્ષ હતાં. આવો જાણીએ નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટ વિશે.

 

1. વર્ષ 1963માં બનેલી ડેમોક્રેટિક પાર્ટી ઓફ નાગાલેન્ડને જ નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ના નામથી ઓળખવામાં આવે છે. હકીકતમાં જૂની પાર્ટીનું નામ જ વર્ષ 2003માં નાગા  પીપલ્સ ફ્રન્ટ રાખી દેવામાં આવ્યું હતું. હાલ આ પાર્ટીને એક સ્થાનિક પક્ષ  તરીકે માન્યતા મળેલી છે.

2. નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)નું ચૂંટણી ચિન્હ મરઘો છે. આ પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગા જનજાતિની સમસ્યાઓને વાતચીત દ્વારા ઉકેલવાનો છે.

3. આ પાર્ટી મુખ્ય રીતે નાગાલેન્ડ અને મેઘાલયમાં સક્રિય છે.

4. વર્ષ 1963થી અત્યાર સુધી આ પાર્ટીના 9 અધ્યક્ષ થઈ ચૂક્યા છે. પહેલા અધ્યક્ષ એ.કેવીચુસા (A.Kevichusa) હતાં. વર્ષ 2012થી શૂરહોજેલિ લીજિએતુ (Dr.shurhozelie Liezietsu) અધ્યક્ષ પદે છે.

5. નાગા પીપલ્સ ફ્રન્ટના અત્યાર સુધી 6 નેતાઓ મુખ્યમંત્રી બની ચૂક્યા છે.

7. વર્ષ 2014થી ટીઆર જેલિયાંગ રાજ્યના મુખ્યમંત્રી છે.

7. આ પાર્ટી છ વાર સત્તામાં આવી ચૂકી છે. પહેલીવાર 1974થી 1977 સુધી આ પાર્ટીની સરકાર હતી. ત્યારબાદ ક્રમશ: 1977-1982, 1990-1992, 2003-2008, 2008-2013, 2013થી અત્યાર સુધી સત્તામાં છે. વર્ષ 2003થી નાગા પીપલ્સ ફ્રન્ટ અને ભાજપ વચ્ચે ગઠબંધન હતું. પરંતુ આ વખતની ચૂંટણીમાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યાં. જેમાં ભાજપ બાજી મારતો જોવા મળી રહ્યો છે.
 

 

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news