National Herald Case: રાહુલ અને સોનિયા ગાંધીને કેમ આવ્યું ED નું તેડું? જાણો શું છે નેશનલ હેરાલ્ડ કેસ

કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર રણદીપ સૂરજેવાલાએ પ્રહાર કર્યા છે કે સરકાર બદલાની ભાવનામાં આંધળી બની ગઈ છે. નેશનલ હેરાલ્ડ મામલામાં સોનિયા અને રાહુલને ઈડીનું સમન્સ મળ્યું છે.

National Herald Case: રાહુલ અને સોનિયા ગાંધીને કેમ આવ્યું ED નું તેડું? જાણો શું છે નેશનલ હેરાલ્ડ કેસ

નવી દિલ્લી: ઈડીએ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં બંનેને 8 જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે. ત્યારે તમારા મનમાં શું સવાલ થતો હશે કે કયા કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે. 

શું છે નેશનલ હેરાલ્ડ કેસ?
1. 1938માં કોંગ્રેસ પાર્ટીએ એસોસિયેટ જર્નલ્સ લિમિટેડ બનાવી
2. તે અંતર્ગત કાઢવામાં આવતું હતું નેશનલ હેરાલ્ડ પેપર
3. AJL પર 90 કરોડથી વધારેનું હતું દેવું 
4. તેને ખતમ કરવા માટે યંગ ઈન્ડિયા લિમિટેડ નામની કંપની બનાવાઈ
5. યંગ ઈન્ડિયા લિમિટેડમાં સોનિયા-રાહુલની હતી 38-38 ટકા ભાગીદારી
6. યંગ ઈન્ડિયાને AJLના 9 કરોડ શેર આપવાનું કહેવામાં આવ્યું
7. તેના બદલામાં યંગ ઈન્ડિયા AJLની દેવાદારી ચૂકવશે
8. શેરની ભાગીદારી વધુ હોવાથી યંગ ઈન્ડિયાને માલિકી હક મળ્યો
9. AJLની દેવું ચૂકવવા માટે કોંગ્રેસે 90 કરોડની લોન લીધી હતી
10. જે પછી બધી લોન માફ કરી દેવામાં આવી

કેસમાં અત્યાર સુધી શું-શું થયું?

1 નવેમ્બર 2012-
દિલ્લી કોર્ટમાં સુબ્રમણ્યમ સ્વામીએ કેસ કર્યો
સોનિયા-રાહુલ, મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડિસ, સુમન દુબે અને સામ પિત્રોડાને આરોપી બનાવાયા

26 જૂન 2014-
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સોનિયા-રાહુલ સહિતના આરોપી સામે સમન્સ જાહેર કર્યુ

1 ઓગસ્ટ 2014-
ઈડીએ આ મામલે સંજ્ઞાન લીધું, મની લોન્ડરિંગનો કેસ નોંધાયો

મે 2014-
કેસ સાથે જોડાયેલ 64 કરોડની સંપત્તિ ઈડીએ જપ્ત કરી

19 ડિસેમ્બર 2015-
સોનિયા, રાહુલ, સહિત બધા આરોપીઓને દિલ્લી હાઈકોર્ટે જામીન આપ્યા

9 સપ્ટેમ્બર 2018-
દિલ્લી હાઈકોર્ટે સોનિયા-રાહુલને ઝટકો આપ્યો
ઈન્કમટેક્સ વિભાગની નોટિસ સામે અરજી કરવામાં આવી
કોંગ્રેસે આ મામલે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો

4 ડિસેમ્બર 2018-
કોર્ટે કહ્યું કે ઈન્કમટેક્સ વિભાગની તપાસ ચાલુ રહેશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news