રાષ્ટ્રીય ચિન્હ મુદ્દે કેમ ઉભી થઈ છે બબાલ? જાણો કરોડો ભારતીયો માટે કેમ આ મુદ્દો છે જાણવો જરૂરી

હાલ દેશના રાષ્ટ્રિય ચિન્હ મુદ્દે વિવાદ સતત વધી રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, દેશના નવા સંસદ ભવનની છત પર જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાળ અશોક સ્તંભનું અનાવણર કર્યું છે ત્યારથી સતત આ મુદ્દો ચર્ચામાં છે. વિપક્ષ સતત આ મુદ્દે વિવાદને હવા આપી રહ્યો છે. 

રાષ્ટ્રીય ચિન્હ મુદ્દે કેમ ઉભી થઈ છે બબાલ? જાણો કરોડો ભારતીયો માટે કેમ આ મુદ્દો છે જાણવો જરૂરી

નવી દિલ્લીઃ હાલ દેશના રાષ્ટ્રિય ચિન્હ મુદ્દે વિવાદ સતત વધી રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, દેશના નવા સંસદ ભવનની છત પર જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાળ અશોક સ્તંભનું અનાવણર કર્યું છે ત્યારથી સતત આ મુદ્દો ચર્ચામાં છે. વિપક્ષ સતત આ મુદ્દે વિવાદને હવા આપી રહ્યો છે. વિપક્ષ વારંવાર આરોપ લગાવી રહ્યું છેકે, સરકાર દેશના રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભની ડિઝાઈન સાથી છેડછાડ કરી રહી છે. ઉલ્લેખનીય છેકે, શિલ્પકારો પણ વિપક્ષની આ વાતને નકારીને તેનો છેદ ઉડાડી ચૂક્યા છે. કાયદાની વાત કરીએ તો...કાયદો કહે છેકે, સરકાર પોતાની મરજી મુજબ સમયાંતરે રાષ્ટ્રિય ચિન્હની ડિઝાઈનમાં ફેરફાર કરી શકે છે. સરકાર પાસે તેનો પુરો અધિકાર છે. 

રાષ્ટ્રીય ચિન્હ શું છે? 
ઈ.સ.પૂર્વે ત્રીજી સદીમાં મૌર્ય શાસનના મહાન સમ્રાટ અશોક થઈ ગયાં. સમ્રાટ અશોકે પોતાના રાજ્યમાં સમાનતા, શાંતિ, કરુણા અને સહનશીલતા તેમજ ક્ષમા વગેરે લાગણીઓને સ્થાપત્યો સ્વરૂપે તૈયાર કરાવ્યાં. તેનો હેતુ સકારાત્મક રીતે આ લાગણીઓનો પ્રચાર કરવાનો હતો. ભારતના રાષ્ટ્રીય ચિન્હની પ્રતિકૃતિ સમ્રાટ અશોકે બનાવેલા સ્તંભ ઉપરથી લેવામાં આવી છે.

રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી પસંદ કરાયું?
સમ્રાટ અશોકે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક સ્થાપત્યો બંધાવ્યા હતાં. જેમાં એનેકવિધ સ્તંભનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છેકે, અશોક સ્તંભ રેતીના પથ્થરોમાંથી બનાવવામાં આવ્યો હતો. ભારતના ઉત્તરીય વિસ્તારમાં આજે પણ 19 જેટલા સ્તંભ આવેલાં છે. અશોકના સ્તંભોમાં ઉત્તરપ્રદેશમાં આવેલો સારનાથનો સ્તંભ ખુબ જ પ્રખ્યાત છે. જેને બાદમાં રાષ્ટ્રીય ચિન્હ તરીકે પસંદ કરાયું હતું, જે વર્ષોથી આપણું રાષ્ટ્રિય ચિન્હ છે. 

ક્યારે કરવામાં આવ્યો રાષ્ટ્રીય ચિન્હનો સ્વીકાર?
સૌ કોઈ જાણે છેકે, 15મી ઓગષ્ટ અને 1947ના રોજ ભારતને અંગ્રેજોની 200 વર્ષ જુની ગુલામીમાંથી આઝાદી મળી. જોકે, થોડા સમય બાદ 26 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રીય ચિન્હનો સ્વીકાર કરવામાં આવ્યો. બસ ત્યારથી જ ચાર સિંહોના આકારવાળી કલાકૃત્તિને રાષ્ટ્રીય ચિન્હ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, રાષ્ટ્રીય ચિન્હનો ઉપયોગ વિવિધ સરકારી પત્રો સહિત ભારતની ચલણી નોટોમાં કરવામાં આવે છે.

અશોક સ્તંભમાં શું હોય છે?
અશોક સ્તંભમાં ચાર દિશા તરફ મોઢું રાખીને બેઠેલા સિંહની પ્રતિકૃતિ જોવા મળે છે. એટલું જ નહીં ચારેય દિશામાં હાથી, ઘોડા, આખલો અને સિંહની આકૃતિ પણ જોવા મળે છે. આ તમામ આકૃતિ વચ્ચે અશોકચક્ર અને તેની નીચે સત્ય મેવ જયતે લખેલી છે. 

No description available.

રાષ્ટ્રીય ચિન્હનું ઐતિહાસિક મહત્ત્વ શું છે?
ચાર સિંહોની પ્રતિકૃતિવાળા સિંહને ભારતના રાષ્ટ્રીય ચિન્હ તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. જેને સમ્રાટ અશોકે બનાવેલાં સ્તંભની પ્રતિકૃતિ પરથી બનાવવામાં આવ્યું હતું. આ સ્તંભનું પણ એક ખાસ ઐતિહાસિક મહત્ત્વ છે. આ સ્થળે ભગવાન બુદ્ધે સૌથી પહેલીવાર તેમના 5 શિષ્યોને ધર્મનો ઉપદેશ આપ્યો હતો. આ શિષ્યોએ આખી દુનિયામાં ફરીને બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો.

રાષ્ટ્રીય ચિન્હનું રાષ્ટ્રિય મહત્ત્વ શું છે?
ભારતનું ચિન્હ એટલે અંદાજે 140 કરોડ દેશવાસીઓના ગૌરવનું પ્રતીક છે. રાષ્ટ્રિય ચિન્હએ ભારત સરકારની ઓથોરિટીમાં આવતું હોવાથી તેની દેખભાળ સરકાર રાખે છે. રાષ્ટ્રીય ચિન્હમાં આગળ દેખાતા ત્રણ સિંહોની આકૃતિ દેશને શાંતિ, ન્યાય અને સમાનતાનું વચન આપે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news