રાહુલની PM મોદીને ચેલેન્જ, કહ્યું- આ 3 મુદ્દા પર સંપૂણ તૈયારી સાથે કરે ચર્ચા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાફેલ, નોટબંધી અને નીરવ મોદી મામલે ચર્ચા કરવાનો પડકાર આપતા મગંળવારે કહ્યું કે, આ વિષયો પર સંપૂર્ણ તૈયારી કરી મારી સાથે ચર્ચા કરવા આવે.

રાહુલની PM મોદીને ચેલેન્જ, કહ્યું- આ 3 મુદ્દા પર સંપૂણ તૈયારી સાથે કરે ચર્ચા

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાફેલ, નોટબંધી અને નીરવ મોદી મામલે ચર્ચા કરવાનો પડકાર આપતા મગંળવારે કહ્યું કે, આ વિષયો પર સંપૂર્ણ તૈયારી કરી મારી સાથે ચર્ચા કરવા આવે.

પહેલા પણ ઘણી વખત આપી ચુક્યા છે ચેલેન્જ
આ પહેલા પણ રાહુલ ગાંધી પ્રધાનમંત્રીને ઘણી વખત આ મુદ્દાઓ પર સીસી ચર્ચા કરવા માટે ચેલેન્જ આપી ચુક્યા છે. ત્યારે આ સવાલ પર રાહુલે કહ્યું કે, શું પીએમ મોદી મારી સાથે ચર્ચા કરવાની વાતને લઇને ભયભીત છે?

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી આપી ચેલેન્જ
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું, પ્રિય ‘પ્રધાનમંત્રી, શું તમે ભ્રષ્ટાચાર પર મારી સાથે ચર્ચા કરવાથી ભયભીત છો? હું તમારા માટે તે સરળ કરી શકું છું. ચલો પુસ્તક ખોલી તમે આ વિષયો પર તૈયારી કરી શકો છો. 1. રાફેલ અનિલ અંબાણી, 2. નીરવ મોદી, 3 અમિત શાહ નોટબંધી. ઉલ્લેખનીય છે કે ગાંધી તરફથી પહેલા પણ આપવામાં આવેલા પડકાર પર ભાજપે પ્રત્યારોપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ એક અજાણ નેતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news