ઓમિક્રોન અને ડેલ્ટા સાથે મળીને બન્યો નવો વાયરસ, જાણો કેટલો ખતરનાક અને શું છે લક્ષણ

ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડા સાથે જ કોવિડ 19ના એક નવા વેરિએન્ટે એન્ટ્રી મારી છે અને આ પહેલાંથી વધુ સંક્રમક ગણવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસના નવો વેરિએન્ટ ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએન્ટને મળીને બન્યો છે અને તેનાથી ડેલ્ટાક્રોન નામ આપવામાં આવ્યું છે.

ઓમિક્રોન અને ડેલ્ટા સાથે મળીને બન્યો નવો વાયરસ, જાણો કેટલો ખતરનાક અને શું છે લક્ષણ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડા સાથે જ કોવિડ 19ના એક નવા વેરિએન્ટે એન્ટ્રી મારી છે અને આ પહેલાંથી વધુ સંક્રમક ગણવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસના નવો વેરિએન્ટ ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએન્ટને મળીને બન્યો છે અને તેનાથી ડેલ્ટાક્રોન નામ આપવામાં આવ્યું છે. ડેલ્ટા અને ઓમિક્રોનથી મળીને બનેલા ડેલ્ટાક્રોને ભારતમાં એન્ટ્રી કરી દીધી છે અને ઘણા રાજ્યોમાં તેના કેસ સામે આવ્યા છે, જે તપાસ હેઠળ છે. 

ડેલ્ટા અને ઓમિક્રોનનું હાઇબ્રિડ વેરિએન્ટ છે ડેલ્ટાક્રોન
એક્સપર્ટનું માનીએ તો આ એક સુપર-મ્યૂટેન્ટ વાયરસ છે, જેનું વૈજ્ઞાનિક નામ BA.1 + B.1.617.2 છે. એક્સપર્ટે કહ્યું કે ડેલ્ટા અને ઓમિક્રોનથી મળીને બનેલ એક હાઇબ્રિડ સ્ટ્રેન છે. જેને સૌથી પહેલાં સાઇપ્રસના રિસર્ચર્સને ગત મહિને શોધવામાં આવ્યો હતો. તે સમયે તો વૈજ્ઞાનિકોએ તએને લેબમાં એક ટેક્નિકલ ભૂલ સમજ્યા હતા. પરંતુ તેના બ્રિટનમાં કેસ સામે આવ્યા છે. ડેલ્ટાક્રોન કોરોના વાયરસનો એક હાઇબ્રિડ વેરિએન્ટ છે જે ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએન્ટ સાથે મળીને બને છે. 

ડેલ્ટાક્રોનના લક્ષણ શું છે
- માથાનો દુખાવો
- તાવ અને પછી પરસેવો થવો અને ઠંડી લાગવી
- ગળામાં ખરાસ
- થાક અથવા બોડીમાં એનર્જીની અછત
- સુંઘવની અથવા સ્વાદની ક્ષમતા ઓછી થવી

દેશના આ રાજ્યોમાં આવ્યા ડેલ્ટાક્રોના કેસ
અત્રે ઉલ્લેખનીય છે કે તેલંગાણા ટુડેના હવાલેથી મની કંટ્રોલમાં છપાયેલા રિપોર્ટ અનુસાર ભારતના કોવિડ જીનોમિક્સ કંસોર્સિયમ અને GSAID એ ઇશારો કર્યો છે કે દેશમાં 568 કેસના દાયરામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર કર્ણાટકમાં 221 કેસમાં ડેલ્ટાક્રોનાના વેરિએન્ટના સંકેત મળ્યા છે. જે હોટસ્પોટ બની ગયું છે. ત્યારબાદ તમિલનાડુમાં 90, મહારાષ્ટ્રમાં 66 અને ગુજરાતમાં 33, પશ્વિમ બંગાળમાં 32 અને તેલંગાણમાં 25 અને નવી દિલ્હીમાં 20 કેસ તપાસના દાયરામાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news