Corona New Variant:આવી ગયો છે કોરોનાનો નવો વેરિએન્ટ XBB.1.9.1,WHOએ જાહેર કર્યો નવો રિપોર્ટ

New Variant XBB.1.9.1:કોરોનાવાયરસ  (Coronavirus)નો નવો વેરિએન્ટ  XBB.1.9.1 ભારતીયોની ચિંતા વધારી શકે છે. કોરોનાથી ભારતને રાહત મળી રહી નથી. દેશમાં વિશ્વની તુલનામાં ઓછા કેસો છતાં વસતી એ ભારત માટે ચિંતાનો વિષય છે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન  (WHO)એ નવા વેરિએન્ટ અંગે ચેતવણી આપી છે કે તે અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે એટલે ભારતીયોએ ચિંતા કરવાની જરૂર છે. 

Corona New Variant:આવી ગયો છે કોરોનાનો નવો વેરિએન્ટ XBB.1.9.1,WHOએ જાહેર કર્યો નવો રિપોર્ટ

New Variant Of Coronavirus: કોરોનાવાયરસ (Coronavirus)નો નવો વેરિએન્ટ  XBB.1.9.1 બજારમાં આવી ગયો છે. આ વેરિઅન્ટમાં  અત્યંત ઝડપથી ફેલાવાની ક્ષમતા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ પણ આ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ નવા રિપોર્ટ અનુસાર ભારતમાં એક મહિનામાં કોરોના ઝડપથી વધ્યો છે. 6 માર્ચથી 2 એપ્રિલ 2023ની વચ્ચે એટલે કે લગભગ 1 મહિનામાં દુનિયામાં 33 લાખ નવા કેસ સામે આવ્યા છે અને 23 હજાર લોકોના મોત થયા છે. જો કે, અગાઉના એક મહિના (6 ફેબ્રુઆરીથી 5 માર્ચ) ની તુલનામાં કુલ કેસોમાં 28% અને મોતના કેસોમાં 30% ઘટાડો થયો છે. આ ઘટાડો  છતાં વિશ્વના 31% એટલે કે કુલ 74 દેશો એવા છે જ્યાં છેલ્લા એક મહિનામાં કેસ 20% વધ્યા છે. ભારત પણ આ દેશોમાં સામેલ છે જ્યાં કેસ સતત વધી રહ્યા છે.

દક્ષિણ એશિયામાં ભારતમાં સૌથી વધુ કેસ 
કોરોના વાયરસની સૌથી વધુ અસર દક્ષિણ એશિયામાં ભારતમાં જોવા મળી છે. એક મહિનામાં 43 હજાર કેસ નોંધાયા છે. અગાઉના મહિનાની સરખામણીમાં 289% નો કેસોમાં વધારો થયો છે. સરેરાશ મુજબ, ભારતમાં દર 1 લાખે 2.5 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. WHO અનુસાર ભારતમાં એક મહિનામાં 34 હજાર 785 નવા કેસ નોંધાયા છે. જે સમગ્ર દક્ષિણ એશિયામાં સૌથી વધુ છે. છેલ્લા 1 મહિનામાં, સરેરાશ એક લાખ દીઠ 1 મૃત્યુ નોંધવામાં આવ્યું છે. ભારતમાં સત્તાવાર રીતે એક મહિનામાં 106 મૃત્યુ નોંધાયા છે.

કોરોના વાયરસનો નવો વેરિયન્ટ XBB.1.9.1 મળ્યો
-આ વેરિયન્ટ ઝડપથી ફેલાવાની રાખે છે ક્ષમતા
-વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જાહેર કર્યો ડરામણો રિપોર્ટ
-આ વેરિયન્ટના કારણે ભારતમાં કોરોનાના કેસ વધ્યા
-68 દેશમાં નવા વેરિયન્ટના 9644 કેસ મળ્યા 
-કોરોનાના નવા વેરિયન્ટ પર રાખવામાં આવી રહી છે નજર 

મહત્વનું છે કે કોરોના વાયરસના કારણે 6 માર્ચથી 2 એપ્રિલ 2023ની વચ્ચે લગભગ 1 મહિનામાં દુનિયાભરમાં 33 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે 23 હજાર લોકોના મોત થયા છે.

નવા વેરિયન્ટના લક્ષણો
-48 કલાકથી વધુ સમય સુધી તાવ આવવો
-ઉધરસ
-ગળામાં ખારાશ
-શરીરમાં દુખાવો
-નાકમાં પાણી નીકળવું
-થાકનો અનુભવ થવો
-સ્નાયુઓમાં દુખાવો
-પેટની સમસ્યા
-માથામાં દુખાવો થવો
-છાતીમાં દુખાવો

કયા 7 વેરિયન્ટનું મોનિટરીંગ
BA.2.75
CH.1.1
BQ.1
XBF
XB
XBB.1.16 
XBB.1.9.1

હોસ્પિટલમાં દાખલ થવાની પડશે જરૂર?
જો કે, રાહતની વાત એ છે કે ભારતમાં કોરોનાથી પીડિત દર્દીઓમાંથી બહુ ઓછા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. ડબ્લ્યુએચઓના ડેટા અનુસાર, યુરોપિયન દેશો યુક્રેન, ફ્રાન્સ અને ઇટાલીમાં સૌથી વધુ લોકોને હોસ્પિટલમાં જવું પડે છે.

કોરોનાના આ પ્રકારો પર નજર રાખવી
WHO અનુસાર, છેલ્લા એક મહિનામાં કોરોના વાયરસના કુલ 65 હજાર 864 અલગ-અલગ પ્રકારો મળી આવ્યા છે. હાલમાં, WHOની વિશેષ નજર (VOI) XBB.1.5 વેરિઅન્ટ પર છે. તેને વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટ (Variant of interest) માનવામાં આવ્યો છે.  વિશ્વમાં ફેલાતા કુલ કોરોના કેસોમાંથી 47% પાછળ XBB.1.5 જોવા મળ્યો છે. આ વેરિઅન્ટ 94 દેશોમાં ફેલાયેલું છે. આ સિવાય 7 વેરિઅન્ટ્સ છે જેના પર નજર રાખવામાં આવી રહી છે. આમાં BA.2.75, CH.1.1, BQ.1, XBF, XBB, XBB.1.16 અને XBB.1.9.1નો સમાવેશ થાય છે.

નવા વેરિયન્ટથી બચાવના ઉપાય
-કોવિડ સંબંધિત લક્ષણ જોવા મળે તો ઘરે જ રહેવાનો આગ્રહ રાખો
-કોવિડ સંબંધિત લક્ષણોવાળા લોકોથી દૂર રહો
-માસ્ક પહેરવાનો આગ્રહ રાખો
-સેનિટાઈઝરનો ઉપયોગ કરો
-ભીડ-ભાડવાળી જગ્યાએ જવાનું ટાળો
-બજારમાંથી આવતી શાકભાજી અને ફળને ધોઈને ખાવાનો ઉપયોગ કરો
-હાથ ધોયા વિના કોઈપણ વસ્તુ ખાવાથી દૂર રહો
-ઘરની અંદર હવા સારી રીતે સર્ક્યુલેટ થવી જોઈએ
-ઘરની બારી-દરવાજા વગેરેને ખુલ્લા રાખો
-જો તમે બૂસ્ટર ડોઝ નથી લીધો તો લઈ લેજો
-કોરોનાનો ઝડપથી ફેલાતો નવો પ્રકાર મળ્યો

કોરોનાનો XBB.1.9.1 નવો વેરિએન્ટ અત્યંત ઝડપથી ફેલાય છે. આ XBB.1.16 જેવો ઝડપી ફેલાવાનો પ્રકાર પણ છે. કુલ મળીને 27 દેશોમાંથી XBB.1.16 ના 1,497 વિવિધ સિકવન્સ મળી આવ્યા છે, જ્યારે XBB.1.9.1 ના 9,644 પ્રકારો 68 દેશોમાં મળી આવ્યા છે, જેનો અર્થ છે કે આ પ્રકાર પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

આ પણ વાંચો:
દસ્તાવેજ નોંધણીને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફ્રેંકિંગ પધ્ધતિનો સમય વધાર્યો
ડેટિંગ એપ પર પ્રેમ શોધતા હોવ તો સાવધાન! આ વ્યક્તિએ ગુમાવ્યા 14 કરોડ રૂપિયા
સાવધાનઃ શું તમે તો નથી ખાતાને આવી કેરી! કરી રહી છે તમારા શરીરને ખલાસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ
 : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news