Zee Newsને કહ્યું જસ્ટિસ બોબડેએ- ‘અયોધ્યા પર ચુકાદો અમારા માટે મહત્વપૂર્ણ’
ભારતના નવા ચિફ જસ્ટિસ એસ બોબડેએ સૌથી મોટા વિવાદિત અયોધ્યા કેસ પર Zee Media સાથે વાત કરતા કહ્યું કે, અયોધ્યા પર ચુકાદો આપવામાં આવશે
Trending Photos
નવી દિલ્હી: ભારતના નવા ચિફ જસ્ટિસ એસ બોબડેએ સૌથી મોટા વિવાદિત અયોધ્યા કેસ પર Zee Media સાથે વાત કરતા કહ્યું કે, અયોધ્યા પર ચુકાદો આપવામાં આવશે. તેમણે કહ્યું કે, દેશમાં બાકી રહેલા કેસોની યાદી ઘટાડવા માટે ઓર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ જેવી ટેકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. કોર્ટ અને સરકાર વચ્ચે આ મામલે સુનાવણીને લઇને હમેશાં વિવાદની ચર્ચા થવા પર જસ્ટિસ બોબડેએ કહ્યું કે, હવે બધુ યોગ્ય થઇ જશે.
જસ્ટિસ શરદ અરવિંદ બોબડે ભારતના નવા ચિફ જસ્ટિસ બનશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 29 ઓક્ટોબરે તેમના નિયુક્તિ પત્ર પર સહી કરી હતી. તેઓ સુપ્રીમ કોર્ટના વર્તમાન ચિફ જસ્ટિસ રંજન ગોગોઈની જગ્યા લેશે. જસ્ટિસ બોબડે 18 નવેમ્બરના ચિફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કરશે અને લગભગ 18 મહિના સુધી આ પદ સંભાળશે.
આ પણ વાંચો:- કેન્દ્રશાસિત પ્રદેશ J&K ના પ્રથમ ઉપરાજ્યપાલ બન્યા ગિરીશ ચંદ્વ મુર્મૂ, વાંચો 10 મોટા ફેરફાર
હાલના ચિફ જસ્ટિસ રંજન ગોગોઇનો કાર્યકાળ 17 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. તેમણે નવા ચિફ જસ્ટિસ તરીકે જસ્ટિસ બોબડે તેમના ઉત્તરાધિકારી બનાવવાની ભલામણ કરી હતી. જસ્ટિસ રંજન ગોગોઇ ભારતના 46માં ચિફ જસ્ટિસ છે. તેમણે 3 ઓક્ટોબર 2018ના રોજ તેમનો પદભાર સંભાળ્યો હતો.
જસ્ટિસ બોબડે સૌથી લાંબા સમય સુધીના ન્યાયાધીશ તરીકે રહેનાર અને અયોધ્યા ભૂમિ વિવાદ મામલે સુનાવણી કરનાર પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેંચનો ભાગ હતા. હજી આ મામલે ચુકાદો આવવાનો બાકી છે.
જસ્ટિસ બોબડેનો જન્મ 24 એપ્રિલ 1956માં મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. તેમણે નાગપુર યૂનિવર્સિટીથી કાયદાની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ 2000માં બોમ્બે હાઇકોર્ટના વધારાના ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી હતી. પછી 2012માં મધ્ય પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશનું પદ સંભાળ્યું હતું. એપ્રિલ 2013માં તેમણે સુપ્રિમ કોર્ટમાં નિયુક્તિ કરવામાં આવી હતી. ન્યાયાધીશ બોબડે સીજેઆઈ ગોગોઈ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપોની તપાસ માટે બનાવવામાં આવેલી સમિતિમાં સામેલ હતા.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે