Bharat Jodo Yatra: સ્વાસ્થ્ય મંત્રીના પત્ર પર બોલ્યા રાહુલ ગાંધી, 'ભારત જોડો યાત્રા રોકવાનો નવો આઈડિયા'

Rahul Gandhi News: કોરોનાના વધતા કેસ જોતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને લખેલા પત્ર પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા રોકવા માટે આ બહાના છે. કોરોનાના વધતા કેસોને જોતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને લખેલા પત્ર પર કોંગ્રેસે આકરું વલણ અપનાવ્યું છે. 

Bharat Jodo Yatra: સ્વાસ્થ્ય મંત્રીના પત્ર પર બોલ્યા રાહુલ ગાંધી, 'ભારત જોડો યાત્રા રોકવાનો નવો આઈડિયા'

Rahul Gandhi News: કોરોનાના વધતા કેસ જોતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને લખેલા પત્ર પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા રોકવા માટે આ બહાના છે.  તેમણે કહ્યું કે સાચુ તો એ છે કે સરકાર હિન્દુસ્તાનની સચ્ચાઈથી ડરી ગઈ છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ યાત્રા કાશ્મીર સુધી જશે, હવે તેમણે નવો આઈડિયા કાઢ્યો છે. મને પત્ર લખ્યો કે કોવિડ આવી રહ્યો છે તો યાત્રા બંધ કરો. હવે યાત્રાને રોકવા માટે બહાના બની રહ્યા છે. માસ્ક પહેરો, યાત્રા બંધ કરો, કોવિડ ફેલાઈ રહ્યો છે.. બધા બહાના છે. હિન્દુસ્તાનની શક્તિથી, હિન્દુસ્તાનની સચ્ચાઈથી આ લોકો ડરી ગયા છે. આ સચ્ચાઈ છે. 

— ANI (@ANI) December 22, 2022

સ્વાસ્થ્ય મંત્રીના પત્ર પર કોંગ્રેસ આકરા પાણીએ
કોરોનાના વધતા કેસોને જોતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને લખેલા પત્ર પર કોંગ્રેસે આકરું વલણ અપનાવ્યું છે. આ અગાઉ કોંગ્રેસના અનેક નેતાઓ નિશાન સાંધી ચૂક્યા છે. ગુરુવારે કોંગ્રેસ નેતા જયરામ રમેશે કેન્દ્ર સરકાર પર નિશાન સાંધતી ટ્વીટ કરીને કહ્યું, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બરમાં ગુજરાત અને ઓડિશામાં ઓમિક્રોન સબ વેરિએન્ટ BF.7 ના 4 કેસ આવ્યા. સ્વાસ્થ્ય મંત્રીએ કાલે રાહુલ ગાંધીને પત્ર લખ્યો. પીએમ મોદી આજે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા એક દિવસ બાદ દિલ્હીમાં પ્રવેશ કરશે. હવે તમે ક્રોનોલોજી સમજો. 

આ બધા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોંગ્રસે પોતાની યાત્રામાં કોવિડથી બચાવ સંબંધિત તમામ સાવધાનીઓનું પાલન કોઈ પણ સંજોગોમાં કરશે પરંતુ યાત્રા અટકશે નહીં, નહીં અટકે, નહીં અટકે. 

શું લખ્યું હતું સ્વાસ્થ્ય મંત્રીએ પત્રમાં? 
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પત્રમાં લખ્યું છે કે રાહુલ ગાંધીજી નમસ્કાર, હું તમારા સ્વસ્થ અને સકુશળ હોવાની મંગળકામના કરું છું. કૃપા કરીને આ પત્ર સાથે સંલગ્ન રાજસ્થાન રાજ્યના માનનીય સંસદ સભ્ય પીપી ચૌધરી, નિહાલ ચંદ અને દેવજી પટેલ દ્વારા લખાયેલા તારીખ 20 ડિસેમ્બર 2022ના પત્રનો સંદર્ભ લો, જેમાં માનનીય સંસદ સભ્યોએ રાજસ્થાનમાં ચાલી રહેલી 'ભારત જોડો યાત્રા'થી ફેલાઈ રહેલી કોવિડ મહામારી સંબંધિત પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને કોવિડથી રાજસ્થાન અને દેશને બચાવવાના સંદર્ભમાં નિમ્નલિખિત બે મહત્વપૂર્ણ બિન્દુઓ પર અપીલ કરી છે. 

તેમણે લખ્યું છે કે 'રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોવિડ ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન થાય, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરાવવામાં આવે. ફક્ત કોવિડ રસી લીધેલા લોકો જ આ યાત્રામાં ભાગ લે એ સુનિશ્ચિત કરવામાં આવે. યાત્રામાં જોડાતા પૂર્વે તથા પછી યાત્રીઓને આઈસોલેટ કરવામાં આવે.' 

આ વીડિયો પણ ખાસ જુઓ...

વધુમાં લખ્યું છે કે 'જો ઉપરોક્ત કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો પબ્લિક હેલ્થ ઈમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તથા કોવિડ મહામારીથી દેશને બચાવવા માટે 'ભારત જોડો યાત્રા'ને દેશહિતમાં સ્થગિત કરવાની અપીલ છે. તમને પ્રાર્થના છે કે માનનીય સંસદ સભ્યોની અપીલને ધ્યાનમાં લેઈને ઉપરોક્ત બિન્દુઓ પર જલદી કાર્યવાહી કરવાની અપીલ કરું છું. '

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news