PFI વિરુદ્ધ NIA-ED ની સૌથી મોટી કાર્યવાહી, 100થી વધુ સભ્યોની ધરપકડ, અધ્યક્ષ ઓમા સલામ પણ અટકાયતમાં

NIA and ED Action: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને ED એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના ઠેકાણાઓ અને તે સંલગ્ન લિંક પર કેરળ અને તામિલનાડુ સહિત દેશભરના 10 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. પીએફઆઈ સંલગ્ન લોકો પર ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવા મામલે ઈડી અને એએનઆઈએ રાજ્ય પોલીસ દળોની ટીમ સાથે યુપી, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તમિલનાડુ, સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા છે.

PFI વિરુદ્ધ NIA-ED ની સૌથી મોટી કાર્યવાહી, 100થી વધુ સભ્યોની ધરપકડ, અધ્યક્ષ ઓમા સલામ પણ અટકાયતમાં

NIA and ED Action: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને ED એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના ઠેકાણાઓ અને તે સંલગ્ન લિંક પર કેરળ અને તામિલનાડુ સહિત દેશભરના 10 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. પીએફઆઈ સંલગ્ન લોકો પર ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવા મામલે ઈડી અને એએનઆઈએ રાજ્ય પોલીસ દળોની ટીમ સાથે યુપી, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તમિલનાડુ, સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકી ગતિવિધિઓના સંચાલન, તાલિમ શિબિર ચલાવવા અને પ્રતિબંધિત સંગઠનોમાં સામેલ થવા માટે લોકોને કટ્ટરપંથી બનાવવામાં સામેલ વ્યક્તિઓના આવાસીય અને અધિકૃત પરિસરોમાં થઈ રહ્યા છે. 

10 રાજ્યોમાંથી 100થી વધુ પીએફઆઈ સભ્યોની ધરપકડ
ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ કેરળ સહિત દેશના 10 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના 50 ઠેકાણા પર એનઆઈએ અને ઈડીના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 100થી વધુ પીએફઆઈ સભ્યોની ધરપકડ  થઈ છે. પીએફઆઈના નેતાઓ અને આ સંગઠન સંલગ્ન ઓફિસ પર સર્ચ ચાલુ છે. આ દરોડામાં એનઆઈએ સાથે ઈડી પણ સામેલ છે. 

— ANI (@ANI) September 22, 2022

અમિત શાહની હાઈ લેવલ મીટિંગ
દરોડા કાર્યવાહીની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે એક હાઈ લેવલ બેઠક યોજી. એવું કહેવાઈ રહ્યું છે કે આ બેઠકમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સંલગ્ન પરિસરોમાં થઈ રહેલા દરોડાની કાર્યવાહી અને આતંકવાદના સંદિગ્ધો વિરુદ્ધ કાર્યવાહી પર ચર્ચા કરવામાં આવી. અધિકારીઓના જણાવ્યાં મુજબ અમિત શાહ સાથે આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સહિત ટોચના અધિકારીઓ સામેલ થયા હતા. એક અધિકારીના જણાવ્યાં મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહે આતંકવાદના સંદિગ્ધો અને પીએફઆઈના કાર્યકરો વિરુદ્ધ દેશભરમાં થઈ રહેલી કાર્યવાહીની સમીક્ષા કરી. 

NIA એ 18 સપ્ટેમ્બરને રોજ 23 જગ્યા પર પાડ્યા હતા દરોડા
આ અગાઉ NIA S 18 સપ્ટેમ્બર ના રજો આંધ્ર પ્રદેશ અને તેલંગણા 23 જગ્યાએ દરોડા પાડ્યા હતા જ્યાં કરાટે શિક્ષણ કેન્દ્રના નામ પર પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ટ્રેનિંગ કેમ્પ ચાલતા હતા. NIA એ નિઝામાબાદ, કુરનુલ, ગુંટૂર અને નેલ્લોર જિલ્લામાં રેડ કરી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ આ જગ્યાઓ પર આતંકી ગતિવિધિઓના સંચાલનની જાણકારી મળી હતી. 

NIA એ આ મહિનાની શરૂઆતમાં પણ PFI મામલે તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા અને ચાર લોકોની અટકાયત કરી હતી. એજન્સીએ ત્યારે તેલંગણામાં નિઝામાબાદ જિલ્લાના અબ્દુલ ખાદર અને 26 અન્ય વ્યક્તિઓ સંબંધિત મામલામાં તેલંગણામાં 38 સ્થળો અને આંધ્ર પ્રદેશના બે સ્થળો પર સર્ચ અભિયાન ચલાવ્યું હતું. 

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ ઓપરેશનમાં ડિજિટલ ડિવાઈસ, દસ્તાવેજ, બે ખંજર અને 8,31,500 રૂપિયા કેશ સહિત આપત્તિજનક સામગ્રી જપ્ત કરી હતી. NIA મુજબ આરોપી આતંકવાદી કૃત્યો કરવા માટે તાલિમ આપવા અને ધર્મના આધારે વિભિન્ન સમૂહો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવા માટે શિબિર આયોજિત થઈ રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news