અમદાવાદ: પુત્રવધુના ત્રાસથી સસરાએ ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદના નીકોલમા પુત્રવધુના ત્રાસથી સસરાએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાત માસના લગ્નજીવનમા જ પુત્રવધુ માનસિક અત્યાચાર કરતી હોવાનો સાસુ-સસરાનો આક્ષેપના પગલે નીકોલ પોલીસે પુત્રવધુની ધરપકડ કરી છે. જયારે સામા પક્ષે પુત્ર અને પુત્રવધુએ પણ લગ્ન તોડાવવા અને મિલકતમા હક્ક નહિ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

અમદાવાદ: પુત્રવધુના ત્રાસથી સસરાએ ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના નીકોલમા પુત્રવધુના ત્રાસથી સસરાએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાત માસના લગ્નજીવનમા જ પુત્રવધુ માનસિક અત્યાચાર કરતી હોવાનો સાસુ-સસરાનો આક્ષેપના પગલે નીકોલ પોલીસે પુત્રવધુની ધરપકડ કરી છે. જયારે સામા પક્ષે પુત્ર અને પુત્રવધુએ પણ લગ્ન તોડાવવા અને મિલકતમા હક્ક નહિ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

અશ્વિન ચૌહાણ અને તેમની પત્ની ઈલાબેન પોતાના દિકરાના લગ્નને લઈને અફસોસ કરી રહ્યા છે. એકના એક દિકરા જોયના લગ્ન મર્લિન સાથે કરાવીને તેમનો ઘરસંસાર શરૂ તો કરાવ્યો હતો. પંરતુ માથાભારે પુત્રવધુથી તેમને મરવાનો વખત આવ્યો હતો. અશ્વિનભાઈએ પુત્રવધુના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમા સારવાર લઈ રહયા છે. તેમનો આક્ષેપ છે કે પુત્રવધુ મર્લિન તેમના માનસિક ત્રાસ આપીને ધમકી આપતી હતી. જયારે પુત્ર પણ તેનો સાથ આપીને અત્યાચાર કરતો હતો. જયારે માર્લિને આક્ષેપોને નકારીને સાસુ-સસરા દહેજ માટે દબાણ કરીને ત્રાસ આપતા હોવાનો બચાવ કર્યો હતો.

ભારતનો અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી આફ્રિકન કોર્ટમાંથી જામીન મળ્યા બાદ થયો ફરાર

2 ઓકટોબર 2018ના રોજ જોય અને મર્લિનના સમાજના રિતી-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. જોયના બીજા લગ્ન હતા. બન્નેના સુખી દામ્પત્યજીવન વચ્ચે ઘરકંકાસ શરૂ થયો. અંતે એક જ મકાનમા મા-બાપ અને પુત્ર-પુત્રવધુ અલગ રહેવા લાગ્યા હતા. પુત્રવધુએ આક્ષેપ કર્યો કે, સાસરીયા પાણી કે ખાવાનુ આપતા ન હતા. જયારે મા-બાપે આક્ષેપ કર્યો કે, પુત્રવધુ દિકરા સાથે વાત નહિ કરવાનું દબાણ કરીને દૂર કરતી હતી. સાસુ-સસરા અને પુત્રવધુના આક્ષેપો વચ્ચે દિકરાએ પણ મા-બાપ પર આક્ષેપ કર્યો કે, તેઓ મારુ લગ્નજીવન તોડાવવા માગતા હતા. અને મિલકતમા હિસ્સો નથી આપવા માગતા હતા. આ આક્ષેપો વચ્ચે અનેક તર્ક -વિતર્કને લઈને નીકોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહત્વનુ છે કે વાડજમાં સસરાએ પુત્રવધુ છુટાછેડા માટે રૂપિયા 20 લાખની ખડંણી માગતી હોવાનો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી છે. જયારે નિકોલમા સસરાએ પુત્રવધુની કંટાળીને દવા પી લીધી છે. આ બન્ને કિસ્સાઓમા મા-બાપની સ્થિતી દયનીય છે. હાલમા તો નિકોલ પોલીસે પુત્રવધુની ધરપકડ કરીને તેને જામીન પર મુકત કરી છે. જયારે પરિવારે પુત્રવધુના ત્રાસથી બચાવવા પોલીસને અપીલ કરી રહ્યા છે.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news