કોરોનાનો આતંક : ગરીબો માટે 1 લાખ 70 હજાર કરોડના પેકેજની જાહેરાત, પૈસા સીધા જશે ખાતામાં

કોરોના વાયરસને કારણે દેશમાં 21 દિવસ માટે લોકડાઉનની સ્થિતિ છે જેના કારણે દેશના અર્થતંત્રને ભારે નુકસાન થવાની આશંકા છે. 

Updated By: Mar 26, 2020, 02:11 PM IST
કોરોનાનો આતંક : ગરીબો માટે 1 લાખ 70 હજાર કરોડના પેકેજની જાહેરાત, પૈસા સીધા જશે ખાતામાં

નવી દિલ્હી : કોરોના વાયરસને કારણે દેશમાં 21 દિવસ માટે લોકડાઉનની સ્થિતિ છે જેના કારણે દેશના અર્થતંત્રને ભારે નુકસાન થવાની આશંકા છે. આ સમાચાર વચ્ચે સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારામને (Nirmala Sitharaman) મોટી રાહત આપી છે. તેમણે જાહેરાત કરી છે કે ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબોને 1.70 લાખ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે.  આ પૈસા સીધા ગરીબોના એકાઉન્ટમાં જશે. આ સિવાય દરેક ગરીબને આવતા ત્રણ મહિના સુધી 5 કિલો વધારાનું અનાજ ફ્રી મળશે. પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત 80 કરોડ લાભાર્થીઓને એનો લાભ મળશે. 

નિર્મલા સીતારામને કહ્યું છે કે  જે કોરોના કમાન્ડો આ લડાઈ લડી રહ્યા છે તેમને 50 લાખ રૂપિયાનું લાઇફ ઇન્શ્યોરન્સ આપવામાં આવશે. આ રીતે 20 લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓને વીમા કવર આપવામાં આવશે. 

નિર્મલા સીતારામને કરેલી જાહેરાત પ્રમાણે એપ્રિલના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા નાખવામાં આવશે અને 8.60 કરોડ ખેડૂતોને આ રાહત આપવામાં આવશે. ત્રણ કરોડ વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગોને મહિને એક હજાર રૂપિયા વધારે આપવામાં આવશે. ઉજ્જવલા સ્કીમના લાભાર્થીઓને આવતા ત્રણ મહિના સુધી ત્રણ સિલિન્ડર આપવામાં આવશે. જનધન ખાતાધારક મહિલાઓને આવતા ત્રણ મહિના સુધી 500 રૂપિયા મળશે. 

આ પહેલાં જાહેર કરાયેલી મહત્વની રાહત

  • જો તમારે Income Tax 31 માર્ચ 2020 સુધી ભરવાનો હોય તો એની તારીખ 30 જૂન  2020 સુધી આગળ વધારી દેવામાં આવી છે.
  • જો તમારો આધાર અને PAN લિંક નથી તો 30 જૂન 2020 સુધી લિંક કરાવી શકો છો. 
  • વિવાદથી વિશ્વાસ યોજના અંતર્ગત તમારે 30 જૂન સુધી 10 % એડિશલ ટેક્સ નથી આપવાનો, પણ પછી આપવો પડશે. 
  • GST દેતા હોય અને ટર્નઓવર વાર્ષિક 5 કરોડ હોય તો GSTR-3B 30 જૂન સુધી ફાઇલ કરી શકે છે. તેમને લેટ પેનલ્ટી નહીં આપવી પડે. 
  • ફાઇનાન્શિયલ સેક્ટરમાં 3 મહિનાની ઢીલ આપવામાં આવી છે.
  • ડેબિટ કાર્ડવાળા કોઈપણ બેંકના એટીએમથી પૈસા કાઢશે તો 3 મહિના સુધી કોઈ ચાર્જ નહીં આપવો પડે. 
  • ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ઓછો ચાર્જ લાગશે.
  • ખાતાના મિનિમમ બેલેન્સ પર છુટછાટ આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube