Bihar Politics: નીતિશકુમારે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, BJP પર લગાવ્યો આ મોટો આરોપ
Bihar Politics: બિહારમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપ સાથેનું ગઠબંધન જેડીયુએ તોડી નાખ્યું અને હવે નીતિશકુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. આજે તેઓ રાજ્યપાલને મળ્યા અને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું. નીતિશકુમાર ભાજપનો સાથ છોડશે એવી અટકળો સતત થઈ રહી હતી. જેના પર હવે મહોર લાગી ગઈ છે.
Trending Photos
Bihar Politics: બિહારમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપ સાથેનું ગઠબંધન જેડીયુએ તોડી નાખ્યું અને હવે નીતિશકુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. આજે તેઓ રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા અને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું. નીતિશકુમાર ભાજપનો સાથ છોડશે એવી અટકળો સતત થઈ રહી હતી. જેના પર હવે મહોર લાગી ગઈ છે. તેઓ આરજેડી સાથે મળીને રાજ્યમાં ફરીથી જેડીયુ-આરજેડીની સરકાર બનાવશે.
રાજીનામું આપ્યા બાદ આપ્યું આ નિવેદન
બિહારના રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યા બાદ જેડીયુ નેતા નીતિશકુમારે કહ્યું કે તમામ સાંસદ અને વિધાયકની સામાન્ય સહમતિ છે કે આપણે એનડીએ છોડી દેવું જોઈએ. રાજીનામું આપ્યા બાદ તેઓ રાબડી દેવીના ઘરે પહોંચ્યા.
#BiharPoliticalCrisis | All MPs and MLAs are at a consensus that we should leave the NDA: JD(U) leader Nitish Kumar after submitting his resignation to Bihar Governor
(File Pic) pic.twitter.com/2rfrVYChfJ
— ANI (@ANI) August 9, 2022
નીતિશકુમારે લગાવ્યો આ આરોપ
ભાજપ સાથે ગઠબંધન તૂટ્યા બાદ જનતા દળ (યુ)ના અધ્યક્ષ નીતિશકુમારે પહેલું નિવેદન આપ્યું. તેમણે ભાજપ પર જેડીયુને ખતમ કરી નાખવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો. નીતિશકુમારે કહ્યું કે ભાજપે હંમેશા અપમાનિત કર્યા. સીએમ નીતિશે આ નિવેદન જેડીયુ ધારાસભ્યો સાથેની બેઠકમાં આપ્યું. બેઠકમાં નીતિશકુમારે પાર્ટી વિધાયકોને કહ્યું કે ભાજપે હંમેશા અપમાનિત કર્યા. જેડીયુને ખતમ કરવાનું ષડયંત્ર રચાયું. ભાજપે અમારા ધારાસભ્યોને ખરીદવાની તૈયારી કરી હતી.
Nitish Kumar resigns as Chief Minister of Bihar, breaks alliance with BJP#BiharPoliticalCrisis pic.twitter.com/GwtSlL2KG8
— ANI (@ANI) August 9, 2022
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ બેઠકમાં અનેક ધારાસભ્યો, એમએલસીએ સીએમ નીતિશકુમારને કહ્યું કે તેમનું હાલનું ગઠબંધન 2020થી તેમને નબળું પાડવાની કોશિશ કરી રહ્યું છે. ચિરાગ પાસવાનનું નામ લીધા વગર કહ્યું કે તેઓ એક એવું ઉદાહરણ હતા. એમ પણ કહ્યું કે જો તેઓ હમણા સતર્ક નહીં થાય તો તે પાર્ટી માટે સારું નહીં રહે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે