Odisha ની મહિલાનો સાડી સ્વેગ થયો Viral, સાડી પહેરીને કરી ઘોડેસવારી

સાડી આપણા દેશની શાન છે. એ વાત અલગ છે કે આજકાલ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. સાડીને મહિલાઓ અલગ અલગ અંદાજમાં પહેરી રહી છે. આ બધાની વચ્ચે ઓડિશાની રહેવાસી એક મહિલાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

Odisha ની મહિલાનો સાડી સ્વેગ થયો Viral, સાડી પહેરીને કરી ઘોડેસવારી

નવી દિલ્લીઃ સાડી આપણા દેશની શાન છે. એ વાત અલગ છે કે આજકાલ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. સાડીને મહિલાઓ અલગ અલગ અંદાજમાં પહેરી રહી છે. આ બધાની વચ્ચે ઓડિશાની રહેવાસી એક મહિલાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે. હકીકતમાં આ મહિલા એક યુટ્યૂબર છે. તે સાડીમાં બુલેટ ચલાવે છે, ઘોડે સવારી કરે છે, ખેતરમાં ટ્રેક્ટર ચલાવે છે. આ મહિલા રૂઢિચુસ્ત વિચારધારા રાખનારા એવા લોકોની વિચારસરણી પર પ્રહાર કરે છે, જેઓ મહિલાઓને ઓછી આંકવાની ભૂલ કરે છે.

માત્ર 15,000 રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, 1 લાખથી વધુ થશે કમાણી, સરકાર આપશે 90 ટકા સુધીની લોન

મજાની વાત તો એ છે કે, મહિલા તમામ કામ સાડીમાં જ કરે છે. તેનું નામ છે મોનાલિસા ભદ્ર, આ મહિલા ઓડિશાના જાજપુર જિલ્લાના બેરુદા પંચાયતના જહાજ ગામની રહેવાસી છે. આ વીડિયોમાં મોનાલિસા ઘોડેસવારી કરી રહી છે. મોનાલિસાને યૂટ્યૂબ પર 20 લાખથી પણ વધુ લોકો ફોલો કરે છે. મોનાલિસા એ તમામ કામ કરે છે, જેને ક્યારેક પુરુષો માટેનાં ગણવામાં આવતા હતા.

વર્ષ 2016થી મોનાલિસાએ પોતાની ચેનલ શરૂ કરી હતી. આજે તેમના વીડિયો અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. તેઓ પોતે આમ કરી શકવાનો શ્રેય પોતાના પતિ બદ્રી નારાયણને આપે છે. તેમના પતિ એક ક્રિએટિવ ડાયરેક્ટર છે અને એક સામાજિક કાર્યકર્તા તરીકે પણ કામ કરે છે. તેમણે પોતાની યૂટ્યૂબ ચેનલ પર ટ્ર અને બસ ચલાવવાનો વીડિયોઝ પણ પોસ્ટ કર્યા છે. તેમણે પોતાના આવા હુનરનાં કારણે ગામ અને આસપાસના વિસ્તારમાં એક અલગ જ ઓળખ બનાવી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news