Omicron: આ રાજ્યમાં ચિંતાજનક સ્થિતિ! વિદેશથી પાછા ફરેલા 100થી વધુ મુસાફરો ગૂમ, ફોન બંધ અને ઘરે લટકે છે તાળા
ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટનું જોખમ વધી રહ્યું છે. આ બધા વચ્ચે એક ચિંતાજનક સમાચાર છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન (Omicron) વેરિએન્ટનું જોખમ વધી રહ્યું છે. આ બધા વચ્ચે એક ચિંતાજનક સમાચાર છે. છેલ્લા કેટલાક દિવસમાં વિદેશથી મહારાષ્ટ્ર પહોંચેલા લગભગ 100 મુસાફરો ગાયબ છે. પ્રશાસન હવે આ લોકોની જાણકારી મેળવીને એજન્સીઓને સચેત કરી રહ્યું છે.
KDMC અધિકારી પરેશાન
કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપિલ કોર્પોરેશન (KDMC) ના અધિકારી વિજય સૂર્યવંશીના જણાવ્યાં મુજબ વિદેશથી થાણામાં આવેલા 295 વિદેશયાત્રીઓમાંથી 109 મુસાફરોની કોઈ ખબર નથી. સૂર્યવંશીએ જણાવ્યું કે આ લોકોમાંથી કેટલાકના મોબાઈલ ફોન સતત બંધ આવી રહ્યા છે. એટલું જ નહીં વિદેશથી આવેલા જે મુસાફરોએ પોતાના સરનામા આપ્યા હતા ત્યાં પણ હવે તાળા લટકે છે.
કેવી રીતે થશે કોન્ટેક્ટ ટ્રેસિંગ?
ઓમિક્રોનના જોખમને જોતા મહારાષ્ટ્ર સરકારે રિસ્કવાળા દેશોથી મુસાફરી કરીને ભારત આવેલા લોકો માટે સાત દિવસ ક્વોરન્ટાઈનનો નિયમ બનાવ્યો છે. આવા લોકોનો સાત દિવસ બાદ ફરીથી કોરોના ટેસ્ટથાય છે. પરંતુ અહીં થાણામાં તો ઉલ્ટી ગંગા વહેતી જોવા મળી. અત્રે જણાવવાનું કે આવા મામલાઓ સામે આવ્યા બાદ જ બીએમસીએ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરતા જ આવા લોકોની ટ્રેસિંગનો ફૂલ પ્રુફ પ્લાન બનાવ્યો હતો.
અત્યાર સુધી 10 કોરોના સંક્રમિત
મુંબઈમાં બે વધુ લોકોની ઓમિક્રોન વેરિએન્ટ સંક્રમિત પુષ્ટિ થઈ. બંને 25 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા હતા. તેમના કોવિડ RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ ઓમિક્રોન ટેસ્ટિંગમાટે તેમના સેમ્પલ પુણેના NIV માં જીનોમ સિક્વેન્સિંગ માટે માટે મોકલાયો હતો. હવે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 10 થઈ ગઈ છે.
(PTI ઈનપુટ સાથે)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે