NRI અમિત પટેલની અમેરિકામાં ગોળી મારીને કરપીણ હત્યા, ત્રણ વર્ષની પુત્રીએ જન્મદિને જ છત્રછાયા ગુમાવી
અમેરિકામાં (America) ગુજરાતીની (Gujarat) હત્યાનો (Murder) વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં એક પછી એક ગુજરાતીઓને નિશાને બનાવવામાં આવે છે. ત્યારે વધુ એક ગુજરાતી પટેલની લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
Trending Photos
નચિકેત મહેતા/ ખેડા: અમેરિકામાં (America) ગુજરાતીની (Gujarat) હત્યાનો (Murder) વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં એક પછી એક ગુજરાતીઓને નિશાને બનાવવામાં આવે છે. ત્યારે વધુ એક ગુજરાતી પટેલની લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અમેરિકાના કોલંબસ સિટી ખાતે નડિયાદના અમિત પટેલની લૂંટના ઈરાદે હત્યા કરી દેવામાં આવી છે. અમિત પટેલ કોલંબસ બેન્કમાં રૂપિયા ડિપોઝિટ કરવા માટે ગયા હતા, ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સોએ તેમને નિશાને બનાવીને લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવીછે. આ ઘટનાની જાણ તેમના ઘરે કરાતા પરિવારમાં ઘેરા શોકની કાલીમાં ફરી વળી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મૂળ નડિયાદના વતની 45 વર્ષીય અમિત પટેલ વર્ષોથી તેમના પરિવાર સાથે અમેરિકાના કોલંબસમાં સ્થાયી થયા છે. હાલ આ પટેલ પરિવારમાં માતમ છવાયો છે. અમેરિકાના કોલંબસ સિટી ખાતે નડિયાદના અમિત પટેલની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. અમેરિકામાં કોલંબસની બેન્કમાં જ અમિત પટેલની હત્યા કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે અમિત પટેલ અમેરિકાના કોલંબસમાં આવેલી બેન્કમાં રૂપિયા ડિપોઝીટ કરવા માટે ગયા હતા, ત્યારે આ ઘટના બની છે. લૂંટના ઇરાદે અમિત પટેલની હત્યા કરવામાં આવી છે.
નોંધનીય છે કે, મૂળ નડિયાદના 45 વર્ષીય અમિત પટેલ અમેરિકાના કોલંબસ સિટીમાં એક ગેસ સ્ટેશનના માલિક હતા. તેઓનું દુર્ભાગ્યવશ 3 વર્ષની પુત્રીના જન્મદિવસે જ પિતાનું મોત થયું છે. 3 વર્ષની પુત્રી પોતાના જન્મદિવસે જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. તમને જણાવીએ કે, અમિત પટેલનો પરિવાર વર્ષોથી અમેરિકામાં રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે