પીએમ મોદીના જન્મદિવસ પર વેક્સીનેશનનો રેકોર્ડ, માત્ર 6 કલાકમાં આપવામાં આવ્યા 1 કરોડ ડોઝ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ (PM Narendra Modi Birthday) પર ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરોએ દેશભરમાં એક ખાસ અભિયાન શરૂ કર્યું છે અને રેકોર્ડ વેક્સીનેશનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે

પીએમ મોદીના જન્મદિવસ પર વેક્સીનેશનનો રેકોર્ડ, માત્ર 6 કલાકમાં આપવામાં આવ્યા 1 કરોડ ડોઝ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ (PM Narendra Modi Birthday) પર ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરોએ દેશભરમાં એક ખાસ અભિયાન શરૂ કર્યું છે અને રેકોર્ડ વેક્સીનેશનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. દેશભરમાં બપોરે 1:35 સુધી 1 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને ભાજપના કાર્યકરો સતત કોવિડ-19 રસી માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે જેથી એક દિવસમાં રસીકરણના તમામ જૂના રેકોર્ડ પાછળ રહી જાય.

દરરોજ રસીના 2 કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક
ભારતીય જનતા પાર્ટી (BJP) એ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 2 કરોડ કોરોના રસી રસીકરણ (Record Vaccination on PM Narendra Modi Birthday) નો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારત સમગ્ર વિશ્વમાં રસીનો સિંગલ ડોઝ લગાવનાર દેશ બની ગયો છે અને 62 ટકાથી વધુ પુખ્ત વસ્તીના લોકોને રસીનો ઓછામાં ઓછો સિંગલ ડોઝ આપવામાં આવ્યો છે.

દેશભરમાં રસીના લગાવવામાં આવ્યા 77.25 કરોડ ડોઝ
કેન્દ્રીય સ્વાસ્થ્ય એન્ડ પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, અત્યાર સુધીમાં (17 સપ્ટેમ્બર, સવારે 7) ભારતમાં કોરોના રસી (Corona Vaccine) ના 77 કરોડ 24 લાખ 25 હજાર 744 ડોઝ આપવામાં આવ્યા છે. દેશભરમાં 58 કરોડ 26 લાખ 6 હજાર 905 લોકોએ ઓછામાં ઓછો સિંગલ ડોઝ લીધો છે, જ્યારે 18 કરોડ 98 લાખ 18 હજાર 839 લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news