JK: બાંદીપોરામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો, અથડામણ ચાલુ

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોએ અથડામણ દરમિયાન એક આતંકીને ઠાર કર્યો હોવાના અહેવાલ છે.

JK: બાંદીપોરામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો, અથડામણ ચાલુ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોએ અથડામણ દરમિયાન એક આતંકીને ઠાર કર્યો હોવાના અહેવાલ છે. જ્યારે એક અન્ય આતંકીને ઘેરી લેવાયો છે. છેલ્લે મળતી માહિતી મુજબ અથડામણ હજુ ચાલુ છે.

વાસ્તવમાં આજે સવારે બાંદીપોરાના હાજિન વિસ્તારમાં સુરક્ષાદળોએ આતંકીઓની હાજરીની શંકાથી કોર્ડન તલાશી અભિયાન ચલાવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોને જોઈને જ આતંકીઓ ગભરાઈ ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધુ. આતંકીઓના ફાયરિંગની જવાબી કાર્યવાહી કરતા ભારતીય સેનાએ એક આતંકીને ઠાર કર્યો.

મોટી સંખ્યામાં આતંકીઓ હોઈ શકે છે
મળતા અહેવાલ મુજબ સવારે લગભગ સવા પાંચ વાગે સુરક્ષાદળોએ આતંકીઓ માટે સર્ચ અભિયાન ચલાવ્યું હતું. જો કે આતંકીઓ કેટલા છે અને ક્યાં છૂપાયેલા છે તે અંગે જાણકારી મળી નહતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news