CJI દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ લાવશે કોંગ્રેસ, અન્ય પાર્ટીઓ પાસે મોકલ્યો પ્રસ્તાવ

25 વર્ષ સુધી દેશ અને વિદેશમાં ચાલેલા ગુજરાતી નાટક ચિત્કાર પર આધારિત ફિલ્મ 20 એપ્રિલે રીલિઝ થવાની છે. 

 

 CJI દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ લાવશે કોંગ્રેસ, અન્ય પાર્ટીઓ પાસે મોકલ્યો પ્રસ્તાવ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટેના ચાર જજો દ્વારા આરોપ લગાવ્યા બાદ ચર્ચામાં આવેલા દેશના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ એકવાર ફરી મોટી મુશ્કેલી આવી શકે છે. કોંગ્રેસ તેમની વિરુદ્ધ મહાભિયોગ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસે અન્ય વિપક્ષા પાર્ટીઓને આ મહાભિયોગનો પ્રત્સાવિત ડ્રાફ્ટ મોકલ્યો છે. એનસીપીએ મહાભિયોગ પ્રસ્તાવની ખાતરી કરી છે. એનસીપી નેતા ડીપી ત્રિપાછીએ જણાવ્યું કે ઘણા વિપક્ષી દળોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર પણ કર્યાં છે. તેમણે જણાવ્યું કે એનસીપી અને લેફ્ટ પાર્ટીઓએ આ પ્રસ્તાવને પોતાની મંજૂરી આપી દીધી છે. 

ઘણા સમયથી થઈ રહી છે તૈયારી
સીજેઆઈ વિરુદ્ધ મહાભિયોગને લઈને વિપક્ષી પાર્ટીઓમાં ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી હતી. આ પ્રસ્તાવને સંસદમાં લઈ જવા માટે કોંગ્રેસે અન્ય  પક્ષો સાથે વાતચીત કરી હતી. તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, ટીએમસી અને સીપીઆઈએમ સહિત ઘણા પક્ષોના નેતાઓએ આ મુદ્દે ચર્ચા કરી હતી. સૂત્રો પાસેથી જાણકારી મળી કે આ પ્રસ્તાવને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્યસભામાં રજૂ કરવાનું કારણ દર્શાવ્યું કે, આ પ્રસ્તાવને રજૂ કરવા માટે ઓછામાં ઓછા 50 સાંસદોની સહમતિની જરૂરીયાત હોય છે અને લોકસભામાં વિપક્ષ પાસે આ આંકડો નથી. રાજ્યસભામાં વિપક્ષ મજબૂત છે, તેથી મહાભિયોગનો પ્રસ્તાવ રાજ્યસભામાં લાવવામાં આવશે. 

શું છે કારણ
મહાભિયોહના પ્રસ્તાવમાં સીજેઆઈ દીપક મિશ્રા વિરુદ્ધ જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટના ચાર જજોએ જે આરોપ લગાવ્યો તેના આધારે બનાવવામાં આવી રહ્યો છે. આરોપ છે કે સિન્યોરિટીના ક્રમમાં કાન નહીં આપવાને લઈને નારાજ થયેલા વરિષ્ઠ જજોના મુદ્દાને ઉકેલવામાં દીપક મિશ્રા નિષ્ફળ રહ્યાં છે. 

— ANI (@ANI) March 27, 2018

સીજેઆઈ વિરુદ્ધ જજોની પત્રકાર પરિષદ
આ વર્ષે 12 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના ચાર જજોએ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર આરોપ લગાવ્યા હતા. ન્યાયમૂર્તિ જે ચેલમેશ્વર, ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ એમબી લોકુર અને ન્યાયમૂર્તિ કુરિયન જોસેફે મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા દ્વારા મામલાની વહેચણી સહિત અનેક મુદ્દા ઉઠાવ્યા હતા. જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું કે, અમે ચારેય લોકોએ મુખ્ય ન્યાયાધીશ સાથે મુલાકાત કરી અને સંસ્થાને પ્રભાવિત કરતા મુદ્દાઓ ઉઠાવ્યા. 

જજોએ લગાવ્યા આરોપ
સુપ્રીમ કોર્ટના ચાર જજોએ દીપક મિશ્રા વિરુદ્ધ ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તે માટે તેમણે એક પત્ર લક્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું કે, ચીફ જસ્ટિસ તે પરંપરાની બહાર જઈ રહ્યાં છે, જે અંતર્ગત મુખ્ય મામલામાં નિર્ણય સામુહિક રીતે લેવામાં આવે છે. કેસોની વહેંચણીમાં પણ મુખ્ય ન્યાયાધીશ નિયમોનું પાલન કરતા નથી. સુપ્રીમ કોર્ટની અખંડતાને પ્રભાવિત કરતા મહત્વપૂર્ણ નિર્ણયનો મુખ્ય ન્યાયાધીશ કોઈ મહત્વના કારણ વગર પોતાની પસંદગીની બેન્ચને સોંપી દે છે. તેનાથી સંસ્થાની છબી ખરાબ થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news