Padma Awards 2020: અરુણ જેટલી-સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણ, કંગના રનૌતને પદ્મશ્રી
રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ એવોર્ડ સમારોહ યોજાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પૂર્વ કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનવામાં આવ્યા.
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનમાં આજે પદ્મ એવોર્ડ સમારોહ યોજાયો. 119 પદ્મ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પૂર્વ કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનવામાં આવ્યા. અભિનેત્રી કંગના રનૌત અને સિંગર અદનાન સામીને પદ્મશ્રીથી સન્માનિત કરાયા. ગુજરાતના બાલકૃષ્ણ દોશીને પદ્મ ભૂષણ અને અન્ય 7 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કાર મળ્યા.
ગત વર્ષે કરી હતી સન્માન આપવાની જાહેરાત
અરુણ જેટલીના પત્ની સંગીતા જેટલીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એવોર્ડ આપ્યો. સુષમા સ્વરાજ તરફથી આ સન્માન તેમની પુત્રી બાંસુરી સ્વરાજે મેળવ્યું. આ અગાઉ કેન્દ્ર સરકારે વર્ષ 2020માં પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અરુણ જેટલી, સુષમા સ્વરાજ, તથા જ્યોર્જ ફર્નાન્ડિસ, બોક્સર મેરી કોમ અને મોરેશિયસના પૂર્વ પીએમ અનિરુદ્ધ જગન્નાથ સહિત સાત હસ્તીઓને ગણતંત્ર દિવસની પૂર્વ સંઘ્યા પર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.
President Kovind presents Padma Vibhushan to Smt Sushma Swaraj (Posthumous) for Public Affairs. A visionary leader, deeply rooted in Indian traditions, Smt Swaraj embodied the empowerment of women and was a woman of many firsts. pic.twitter.com/hP8aRpBSGu
— President of India (@rashtrapatibhvn) November 8, 2021
વિદેશમંત્રી તરીકે લોકપ્રિય
6 ઓગસ્ટ 2019ના રોજ સુષમા સ્વરાજનું હ્રદયરોગના હુમલાથી નિધન થયું હતું. તે સમયે તેમની ઉંમર 67 વર્ષ હતી. ઈન્દિરા ગાંધી બાદ સુષમા સ્વરાજ બીજા મહિલા વિદેશમંત્રી હતા. વિદેશમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સોશિયલ મીડિયા પર ફરિયાદો સાંભળવા માટે અને તેની પતાવટ કરવા બદલ સુષમા સ્વરાજ ખુબ લોકપ્રિય હતા. પ્રખર વક્તા તરીકે એક આગવી ઓળખ સ્થાપિત કરનારા સુષમા સ્વરાજ મોદી સરકારના પહેલા કાર્યકાળમાં વિદેશમંત્રી હતા.
President Kovind presents Padma Vibhushan to Shri Arun Jaitley (Posthumous) for Public Affairs. An outstanding parliamentarian and a distinguished lawyer, he made significant contributions in judicial reforms, electoral reforms and progressive social & economic legislations. pic.twitter.com/aRBXeEVu1O
— President of India (@rashtrapatibhvn) November 8, 2021
ભાગલા બાદ દિલ્હી આવ્યો હતો જેટલીનો પરિવાર
ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું 24 ઓગસ્ટ 2019ના રોજ લાંબી બીમારી બાદ નિધન થયું હતું. જેટલીનો પરિવાર દેશના વિભાજન બાદ પાકિસ્તાનથી અહીં આવ્યો હતો. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1952ના રોજ દિલ્હીમાં થયો હતો. નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ તેમણે નાણા અને રક્ષા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. અનેક વખત તેઓ સરકાર માટે સંકટમોચક સાબિત થયા હતા.
7 હસ્તીઓને પદ્મ વિભૂષણ
સાત હસ્તીઓને પદ્મ વિભૂષણ પુરસ્કાર અપાયો જ્યારે 16 હસ્તીઓને પદ્મ ભૂષણ અને 118 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા. જ્યોર્જ ફર્નાન્ડિસ, અરુણ જેટલી, સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણ અપાયા. આ સિવાય બોક્સર એમસી મેરી કોમ, છન્નુ લાલ મિશ્રા, શ્રી વિશ્વેશાતીર્થ સ્વામીજી શ્રી પેજવારા અધોખાજા મઠ ઉડુપી (મરણોપરાંત) પદ્મ વિભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા.
President Ram Nath Kovind, Vice President M. Venkaiah Naidu and Prime Minister Narendra Modi with the Padma Awardees at Rashtrapati Bhavan today. pic.twitter.com/SbPtdepadt
— President of India (@rashtrapatibhvn) November 8, 2021
16 હસ્તીઓને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા
શ્રી એમ મુમતાઝ અલી (SRI M), સૈયદ મુઆઝ્ઝેમ અલી (મરણોપરાંત) પબ્લિક અફેર બાંગ્લાદેશ, મુઝફ્ફર હુસૈન બૈગ (પબ્લિક અફેર, જમ્મુ અને કાશ્મીર), અજોય ચક્રવર્તી (આર્ટ, પ.બંગાળ), મનોજ દાસ (સાહિત્ય અને શિક્ષણ, પુડ્ડુચેરી), બાળકૃષ્ણ દોશી (આર્કિટેક્ચર, ગુજરાત), ક્રિષ્નામલ જગન્નાથન (સોશિયલ વર્ક, તમિલનાડુ), એસ સી જમીર (પબ્લિક અફેર્સ, નાગાલેન્ડ), અનિલ પ્રકાશ જોશી ( સોશિયલ વર્ક, ઉત્તરાખંડ), ડો.ત્સેરિંગ લાંડોલ (મેડિસિન, લદાખ), આનંદ મહિન્દ્રા (ટ્રેડ અને ઈન્ડસ્ટ્રી, મહારાષ્ટ્ર). નીલાકાંતા રામકૃષ્ણ માધવ મેનન (મરણોપરાંત, પબ્લિક અફેર્સ, કેરળ), મનોહર પાર્રિકર ( મરણોપરાંત, પબ્લિક અફેર્સ, ગોવા), જગદીશ શેઠ, (કળા અને શિક્ષણ, અમેરિકા), પીવી સિંધુ (સ્પોર્ટ્સ, તેલંગણા), વેણુ શ્રીનિવાસન (ટ્રેડ અને ઈન્ડસ્ટ્રી, તમિલનાડુ)
ગુજરાતની 8 હસ્તીઓને પદ્મ પુરસ્કાર મળ્યા
-આર્કિટેક્ચરના ક્ષેત્રે બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ
-વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં ગફુરભાઈ બિલાખિયાને પદ્મશ્રી
-સાહિત્યક્ષેત્રે એચ એમ દેસાઈને પદ્મશ્રી
President Kovind presents Padma Shri to Shri Gafurbhai M. Bilakhia for Trade & Industry. Commonly known as Bapuji, he is an eminent Gandhian and a social worker. pic.twitter.com/gUSmZduW9a
— President of India (@rashtrapatibhvn) November 8, 2021
-વિજ્ઞાન અને એન્જીનિયરિંગ ક્ષેત્રે સુધીર જૈનને પદ્મશ્રી
-કલાના ક્ષેત્રે યાઝદી નૌશિરવાન કરંડિયાને પદ્મશ્રી
-સાહિત્ય ક્ષેત્રે નારાયણ જોશીને પદ્મશ્રી એનાયત
-શાહબુદ્દીન રાઠોડને સાહિત્યના ક્ષેત્રમાં પદ્મશ્રી
-મેડિસિન ક્ષેત્રે ડૉક્ટર ગુરદીપ સિંહને પદ્મશ્રી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે