રફાલની પરાક્રમી ઉડાન જોઇને ગભરાઇ ગયું પાકિસ્તાન, કર્યું આવું કામ

ભારતના ફક્ત 5 રફાલ લડાકૂ વિમાનોથી પાકિસ્તાન ગભરાઇ ગયું છે. પડોશી દેશ પાસેથી રફાલ પર ડરની પ્રથમ કબૂલાત સામે આવી છે. પાકિસ્તાનની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારએ રફાલ પર ભયભીત નિવેદન આપ્યું છે.

રફાલની પરાક્રમી ઉડાન જોઇને ગભરાઇ ગયું પાકિસ્તાન, કર્યું આવું કામ

નવી દિલ્હી: ભારતના ફક્ત 5 રફાલ લડાકૂ વિમાનોથી પાકિસ્તાન ગભરાઇ ગયું છે. પડોશી દેશ પાસેથી રફાલ પર ડરની પ્રથમ કબૂલાત સામે આવી છે. પાકિસ્તાનની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારએ રફાલ પર ભયભીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત ભલે રફાલ લાવે કે S-400 અમે તૈયાર છીએ.

પાકિસ્તાને ભારતના લડાકૂ વિમાન રફાલ પર પોતાનો ડર જાહેર કરી દીધો છે. ભારતમાં રફાલના ગૃહ પ્રવેશના ઠીક 15 દિવસ બાદ જ પાકિસ્તાને સ્વિકારી લીધું છે કે રફાલ સાથે મુકાબલો કરવાની તેની હૈસિયત નથી. 

વાત ફક્ત રફાલથી ડર સુધી સીમિત નથી. S-400 એર ડિફેન્સ સિસ્ટમ અત્યાર સુધી રશિયાથી ભારત આવ્યું પણ ન હતું, અને અત્યારથી S-400 એ પાકિસ્તાનની ઉંઘ હરામ કરી દીધી છે.

પાકિસ્તાનની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારે કહ્યું કે 5 આવી જાય, 500 આવી જાય, તેનાથી અમને ફરક પડતો નથી, અમે તૈયાર છીએ.

તેમણે કહ્યું કે પાકિસ્તાનનું ડિફેન્સ બજેટ ખૂબ વધુ છે, અત્યારે 17 ટકા છે, ગત દસ વર્ષોમાં ડિફેન્સ બજેટ ઘટ્યું છે. તેમણે કહ્યું કે આ રિસોર્સિસ સાથે પણ અમે અમારા દુશ્મનો સાથે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તેમણે કહ્યું કે 'રાફેલ લઇ આવે, S-400 લઇ આવે, અમે તૈયાર છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news