કોરોનાઃ સુરતમાં હજુ એક સપ્તાહ બસ સેવા બંધ રહેશે
સુરતમાં આવતી તેમજ સુરતથી ઉપડતી તમામ એસટી બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન વધુ એક સપ્તાહ માટે સ્થગિત કરવામાં આવ્યું છે.
Trending Photos
સુરતઃ સુરતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખીને એસટી તંત્ર દ્વારા સુરતથી આવતી અને સુરતથી ઉપડતી બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન ફરી એક સપ્તાહ માટે સ્થગિત કરવામાં આવ્યું છે. પહેલા આ બસ સેવાનું સંચાલન 27 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. હવે તેને વધારીને 13 ઓગસ્ટથી સાત દિવસ સુધી લંબાવવામાં આવ્યું છે. આ દરમિયાન અન્ય ખાનગી વાહન, ગુડ્સ પરિવહન વાહન અને ટ્રક રાબેતા મુજબ ચાલું રહેશે.
મહત્વનું છે કે સુરતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે બસ સેવા શરૂ થઈ શકી નથી. જો સુરત શહેરમાં બસ સેવા ચાલુ કરવામાં આવે તો કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતા છે. જેથી કરીને એસટી વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતમાં અત્યાર સુધી 514 પ્લાઝમા ડોનેટ, રત્નકલાકારો પણ આવ્યા આગળ
સુરતમાં કોરોનાની સ્થિતિની વાત કરવામાં આવે તો આજે જિલ્લામાં 251 કેસ નોંધાયા છે. તો ચાર લોકોના મૃત્યુ થયા છે. આમ સુરતમાં અત્યાર સુધી 16 હજાર 220 કેસ સામે આવ્યા છે. તો મૃત્યુઆંક 535 છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 12 હજાર 575 લોકો સાજા થયા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે