કાશ્મીરના કેરનમાં 5 આતંકીઓનું એન્કાઉન્ટર, ઘુસણખોરી માટે પાક સેનાએ કરી હતી મદદ

Zee Newsને મળેલી એક એક્સક્લૂઝિવ જાણકારી અનુસાર આતંકીઓ પાસેથી જે ખાવા-પીવાના પેકેટ્સ મળી આવ્યા છે, તે મેડ ઈન પાકિસ્તાનના છે. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર પણ મળી આવ્યા હતા.

કાશ્મીરના કેરનમાં 5 આતંકીઓનું એન્કાઉન્ટર, ઘુસણખોરી માટે પાક સેનાએ કરી હતી મદદ

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના કેરન સેક્ટરમાં ઘુસણખોરી કરી રહેલા 5 આતંકવાદીઓને ભારતીય સેનાએ ઠાર માર્યા છે. આ આતંકવાદીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલથી જાણી શકાય છે કે, આ તમામ આતંવાદીઓ પાકિસ્તાની સેનાની મદદથી ભારતીય સીમામાં ઘુસણખોરી કરી મોટી આતંકી ઘટનાને અંજામ આપવા ઇચ્છતા હતા. Zee Newsને મળેલી એક એક્સક્લૂઝિવ જાણકારી અનુસાર આતંકીઓ પાસેથી જે ખાવા-પીવાના પેકેટ્સ મળી આવ્યા છે, તે મેડ ઈન પાકિસ્તાનના છે. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર પણ મળી આવ્યા હતા.

ડ્રોન દ્વારા આતંકીઓનું લોકેશન ટ્રેસ કર્યા બાદ 1 એપ્રિલના સેનાએ આતંકિઓને ઠાર કરવા માટે 'ઓપરેશન રંગદૂરી બેહક' લોન્ચ કરું હતું અને ત્યારબાદ સેનાએ 5 આતંકિઓને ઠાર માર્યા હતા. જો કે, આ એન્કાઉન્ટરમાં  સેનાના 5 જવાન પણ શહીદ થયા છે.

સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર કેરન સેક્ટરમાં મોટાભાગે બરફ હોવાથી સેનાના જવાનો માટે આતંકીઓના લોકેશન સુધી પહોંચવું ઘણું મુશ્કેલ હતું. એવામાં સેનાએ હેલિકોપ્ટર દ્વારા પેરાટ્રૂપરને લાઇન ઓફ કંટ્રોલ (LoC)ની નજીક ઉતાર્યા હતા. જે જગ્યાએ કમાન્ડો ઓપરેશન કરી રહ્યાં હતા, તે એક નાળા ઉપર ઘણો બરફ ભેગો થયો હતો. અચાનક બરફ ટૂટી જવાથી સેનાના જવાન નાળાની અંદર પડ્યા હતા, જ્યાં આતંકીઓ છૂપાયેલા હતા. આતંકીઓ અને જવાનો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઇ ગયું હતું જેમાં પેરાટ્રૂપર્સે તમામ 5 આતંકીઓને ઠાર માર્યા હતા.

તમામ આતંકવાદી લશ્કર એ તૈયબા ગ્રુપના હોઈ શકે છે. તમામ પાસેથી જે ખાવા પીવાની ચીજવસ્તુઓ મળી આવી હતી. જેમાં પાકિસ્તાનમાં બનેલું મેહરાન પિકલ, મુલતાનથી બનેલા ટીક્કા અને પાકિસ્તાની માર્ક ધરાવતી ઘણી દવાઓ તેમજ પાકિસ્તાની હથિયારો મળી આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news