માનવતા શર્મસાર, વિમાનમાં ભારતીયની તબિયત બગડી, પાકિસ્તાને સારવાર માટે ઘસીને ના પાડી 

પાકિસ્તાને એકવાર ફરીથી માનવતાને શર્મસાર કરે તેવું કામ કર્યું છે. પોતાના ત્યાં એક ભારતીયને સારવાર માટે ઘસીને ના પાડી દીધી.

માનવતા શર્મસાર, વિમાનમાં ભારતીયની તબિયત બગડી, પાકિસ્તાને સારવાર માટે ઘસીને ના પાડી 

નવી દિલ્હી: પાકિસ્તાને એકવાર ફરીથી માનવતાને શર્મસાર કરે તેવું કામ કર્યું છે. પોતાના ત્યાં એક ભારતીયને સારવાર માટે ઘસીને ના પાડી દીધી. વાત જાણે એમ હતી કે તુર્કી એરલાઈન્સના એક વિમાનમાં મુસાફરી કરી રહેલા ભારતીય યુવકની અચાનક તબીયત બગડી. જેના પગલે ફ્લાઈટને લાહોર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવી પડી. 

દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ પાકિસ્તાને આ યુવકની સારવાર કરવાની અને હોસ્પિટલમાં દાખલ કરવાની ઘસીને ના પાડી દીધી. લગભગ સાત કલાક બાદ જ્યારે વિમાન મુંબઈ પહોંચ્યું તો તે યુવકની સારવાર થઈ શકી. આ યાત્રીએ આ અંગેની ફરિયાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રીને ટ્વિટ કરીને કરી છે. 

વાત જાણે એમ હતી કે તુર્કી એરલાઈન્સના આ વિમાનમાં જે યુવકની તબીયત બગડી હતી તેનું નામ વિપિન છે અને તે ગુરુગ્રામની એક વિમા કંપનીમાં કામ કરે છે. યુવક કંપનીમાં સેલ્સ મેનેજર છે. તેની કંપનીએ પોતાના 70-80 કર્મચારીઓને 3 દિવસની ટુર પર તુર્કી મોકલ્યા હતાં. જેમાં વિપિન અને તેનો સાથે પંકજ મહેતા પણ ગયા હતાં. 

પંકજે આ મામલાની જાણકારી આપતા જણાવ્યું કે તેમના જૂથના તમામ લોકો 12 ઓગસ્ટની રાતે 8.30 વાગે ઈસ્તંબુલથી દિલ્હી માટે તુર્કી એરલાઈન્સના વિમાનથી રવાના થયા હતાં. ફ્લાઈટમાં લગભગ 10 વાગે વિપિને વાઈન પીધી હતી. ત્યારબાદ એક વાગે તેણે ઉલ્ટી થવાની વાત કરી અને અચાનક બેહોશ થઈને પડી ગયો. 

આ દરમિયાન ક્રુ મેમ્બરો પાસે મદદ માંગી. તે સમયે ફ્લાઈટમાં એક ભારતીય ડોક્ટર હતો જેણે મદદ કરી અને સ્થિતિ સંભાળી. જો કે પાઈલટે તત્પરતા દાખવતા વિમાનને મોડી રાતે 1.30 વાગે લાહોર એરપોર્ટ પર ઉતાર્યું. વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ બાદ પાકિસ્તાની ડોક્ટરો તરત સ્થળે પહોંચી ગયા હતાં. વિપિનની હાલત ગંભીર જોતા ડોક્ટરોએ તેને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી. 

આવામાં પાઈલટે પાકિસ્તાનના સંબંધિત ઓફિસરો સાથે વાત કરી. પરંતુ વાત કરવા છતાં ડોક્ટરોએ વિપિનની ગંભીર હાલત પર ધ્યાન ન આપ્યું અને તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડી દીધી. જેમાં લગભગ 3 કલાક બગડ્યાં. 

આ ઘટના બાદ પાઈલટે જાહેરાત કરવી પડી કે ભારત સાથે ખરાબ સંબંધોના કારણે પાકિસ્તાનની સરકાર અને ઈમીગ્રેશન વિભાગે દર્દીની સારવાર કરવાની ના પાડી દીધી. ત્યારબાદ લગભગ 4.30 વાગે પાઈલટે દિલ્હી માટે રવાના થવાનો નિર્ણય લીધો. સવારે લગભગ 8.30 વાગે વિમાન દિલ્હી પહોંચ્યું. ત્યારબાદ યુવકને વેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. હાલ તેની હાલત સ્થિર છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news