પાક વિદેશ મંત્રાલયે ખોટા સાબિત કર્યા પોતાના જ મંત્રીને, કહ્યું - 'પીએમ મોદીના પત્રમાં વાતચીતનો ઉલ્લેખ નથી'

વિદેશ મંત્રી મહમૂદ કુરેશીએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ સામેથી કાશ્મીર મામલે વાતચીત કરવાની રજૂઆત કરી છે

પાક વિદેશ મંત્રાલયે ખોટા સાબિત કર્યા પોતાના જ મંત્રીને, કહ્યું - 'પીએમ મોદીના પત્રમાં વાતચીતનો ઉલ્લેખ નથી'

ઇસ્લામાબાદ/નવી દિલ્હી : કાશ્મીર મામલે પાકિસ્તાનનું જુઠાણું ફરી વાર સામે આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કાશ્મીર મામલે વાતચીત કરવાની રજૂઆત કરી છે. જોકે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ દાવાને ખોટો ગણાવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને કાગળ લખીને વાતચીત શરૂ કરવાના સંકેત આપ્યા છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પીએમ મોદીના પત્રમાં વાતચીતનો કોઈ ઉલ્લેખ નથી. 

— ANI (@ANI) August 20, 2018

પીએમ મોદીના પત્રને લઈને પાકિસ્તાન તરફથી ફેલાવવામાં આવેલા જુઠાણા પર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે પીએમ મોદીના પત્રમાં વાતચીતનો કોઈ ઉલ્લેખ નથી. આ સ્પષ્ટતાના કારણે વિદેશ મંત્રી કુરેશીના દાવાના પોલ ખુલતી દેખાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે પીએમ મોદીએ પત્રમાં લખ્યું છે કે 'આપણે રચનાત્મક અને સાર્થક દૃષ્ટિકોણ અપનાવીશું'.

— ANI (@ANI) August 20, 2018

જિયો ન્યૂઝના સમાચાર પ્રમાણે મહેમૂદ કુરેશીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાને પોતાના યથાર્થવાદી દૃષ્ટિકોણ સાથે આગળ વધવું જોઈએ. તેમણે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નવા પીએમ ઇમરાન ખાનને લખેલા પત્રમાં વાતચીત શરૂ કરવાના સંકેત આપ્યા છે. જોકે તેમના આ દાવાને ભારતેત ફગાવી દીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news